________________
મેરી ભાવના
જેણે પાત્રતાની પ્રાપ્તિ કરી છે તેવો સાધક કેવી રીતે જગતથી નિર્ભય બની જાય છે અને અનેકવિધ લાલચો વચ્ચે પણ પોતાની સમતા કેવી રીતે જાળવી રાખે છે તે આપણે આગળ જોયું. કેવા કેવા વિષમ પ્રસંગોમાં અને દ્વન્દ્રોમાં સાધક પોતાની શ્રદ્ધા અને અભ્યાસને વધારીને ચારિત્ર-માર્ગમાં આગળ વધે છે તેનું હવે વર્ણન કરે છે :
હોકર સુખમેં મગ્ન ન ફૂલે, દુઃખમેં કભી ન ઘબરાવે, પર્વત નદી સ્મશાન ભયાનક અટવીસે નહીં ભય આવે; રહે અડોલ અકંપ નિરંતર, યહ મન દૃઢતર બન જાવે, ઈષ્ટ વિયોગ અનિષ્ટ યોગમેં, સહનશીલતા દિખલાવે. ૮
જગતનાં સુખ અને દુઃખ બન્નેનું સ્વરૂપ જ્ઞાનીએ યથાર્થ જાણ્યું છે. ઇન્દ્રિયોને ગમે અને તેમાં રતિભાવ ઉત્પન્ન થઈ જાય તેને લોકો સુખ કહે છે અને ઇન્દ્રિયોને જેનાથી અણગમો ઊપજે અને દ્વેષભાવ ઊપજી જાય તેને લોકો દુઃખ કહે છે. સાધક આત્મા પોતાને આ બંનેથી ભિન્ન, જુદો, નિરાળો જાણે છે અને આ ભાવોને ખરેખર પરમાર્થથી પોતાના સ્વરૂપરૂપ ન માનતો હોવાને લીધે તેમાં એકાકાર થઈ જતો નથી. જેમ લોકવ્યવહારમાં પારકાનું ધન કે કીર્તિ આદિ નષ્ટ થતાં લોકો દુઃખ માનતા નથી તેમ સુખદુઃખના પ્રસંગોને અને ભાવોને પોતાના ન જાણનાર અને ન માનનાર જ્ઞાની તેમાં કેવી રીતે તલ્લીન થઈ જાય ? અર્થાત્ દુઃખમાં ડરે નહિ અને સુખમાં છકી જાય નહિ પણ નિસ્વરૂપના બળનો ભાવના, અનુપ્રેક્ષા, સ્થિરતા, સહનશીલતા અને ત્યાગવૃત્તિ દ્વારા ક્રમિકપણે વિકાસ સાધે
જગતના મનુષ્યો અનેક વસ્તુથી ડરે છે. વસ્તીથી દૂર રહેલા પર્વતો કે પહાડો, ઊંડા અને પહોળા વહેણવાળી નદીઓ, મનુષ્યોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org