________________
૧૮
સાધક-ભાવના
બહુ લાંબું આયુષ્યકર્મ હોય અને ઘણાં ઘણાં વર્ષો જીવવું પડે કે કોઈ કારણ વિશેષથી મૃત્યુ આજકાલમાં જ આવી જાય તોપણ હું ભયભીત થતો નથી, કારણ કે મૃત્યુ મારું નથી પણ આ ક્ષણિક અને વિનશ્વર એવા આ દેહનું જ છે એમ મારો નિર્ધાર છે. મને લલચાવવામાં આવે તો પણ મારા અંતરમાં જે વિવેકજ્યોતિ પ્રગટ થઈ છે તે દ્વારા જડચેતનનો અને સ્વપરનો મને અફર અને અબાધિત નિર્ણય થયો છે તેથી મારા માર્ગથી મને કોઈ ચળાવી શકશે નહિ. “શ્રી તત્ત્વજ્ઞાનતરંગિણી'માં જ્ઞાની પોતાના દૃઢ નિશ્ચયને નીચે પ્રમાણે જાહેર કરે છે : પરમ બ્રહ્મ ચિંતન તલ્લીન હું મને કોઈ ભય શાપ દીયે, વસ્તુહરણ, ચૂરણ, વધ, તાડન, છેદ ભેદ બહુ દુઃખ દીયે; ગિરિ અગ્નિ અબ્ધિ વન ફૂપે ફેકે વજે હણે ભલે, ભલે હાસ્ય નિંદાદિ કરો પણ અલ્પ ચિત્ત મુજ નહીં ચળે.
શ્રી જ્ઞાનભૂષણજી વિરચિત “તત્ત્વજ્ઞાનતરંગિણી' આ પ્રમાણે ઉત્તમ મુમુક્ષુઓ અને જ્ઞાની પુરુષો ન્યાયનીતિના માર્ગને વળગી રહે છે અને અનેકવિધ લાલચો અને લોભામણી વૃત્તિઓનો દૃઢપણે પ્રતિકાર કરી સન્માર્ગથી જરા પણ ડગતા નથી અને કદાચ તીવ્ર કર્મોદયના પ્રસંગે તેમનો પગ લથડી જાય તો તુરત જ સંભાળી લે છે, અને નિર્ધારિત માર્ગે આગળ વધે છે. આવું દૃઢપણે જેમના જીવનમાં પ્રકાશ પામે છે તેઓ જ આગળ જતાં મુનિદશામાં ગમે તેવા પરિષદો અને ઉપસર્ગો વચ્ચે પણ ગજસુકુમાર કે સુકોશલ મુનિની જેમ અડોલ રહી પોતાના કાર્યની સિદ્ધિ કરે છે.
આ પ્રમાણે ગમે તેવા સંજોગોમાં અને ગમે તે ક્ષેત્રમાં પણ હું સમતાભાવ રાખીશ જ એવો પોતાનો નિર્ણય, આ કડીમાં જાહેર કરીને સાધક જીવ પોતાની ધર્મભાવનાને દૃઢ કરે છે. ૐ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org