________________
મેરી ભાવના
39
અથવા કોઈ કૈસા હી ભય, યા લાલચ દેને આવે તો ભી ન્યાયમાર્ગ સે મેરા કભી ન પદ ડિગને પાવે. ૭
સાધકનું જીવન અનેક પ્રકારની કસોટીમાંથી પસાર થયા પછી જ સુવર્ણની જેમ શોભે છે. જ્યારે મનુષ્ય પરમાર્થના માર્ગે પ્રયાણ કરે છે ત્યારે સમાજ તરફથી અને સ્વજનો તરફથી તેને અનેક પ્રકારના ઉપાલંભ (ઠપકો) અને બહિષ્કારનો સામનો કરવો પડે છે. પરંતુ આ સાધક તો કહે છે કે કોઈ આસન્નભવ્ય જીવો મારા સત્કાર્યને બિરદાવીને મારા વિશે સારો અભિપ્રાય બાંધે કે મોટા ભાગના મનુષ્યો મારા પ્રત્યે પ્રગટ અપ્રગટ અણગમો વ્યક્ત કરે તોપણ મેં તો સમભાવ રાખવાનો જ નિર્ણય કર્યો છે. વળી કોઈ પૂર્વપુણ્યોદયના પ્રતાપે અંતરાયનો ઉપશમ થવાથી ધન-લક્ષ્મી મને મળો અથવા પાપકર્મના ઉદયથી લક્ષ્મી મારી પાસેથી ચાલી જાઓ તોપણ હું તો મધ્યસ્થ જ રહું છું. તેવા સંયોગ-વિયોગમાં હું વિષમ ભાવને પ્રાપ્ત થતો નથી.
સન્માર્ગ પર ચાલતા એવા મને તે માર્ગ છોડી દેવા માટે મજબૂર કરવામાં આવે અથવા અનેક પ્રકારના ભયો દેખાડી ભયભીત કરવામાં આવે કે જેમાં મારા નોકરી-ધંધા છીનવાઈ જાય, સ્વજનાદિને હેરાનગતિ થાય કે શારીરિક ઉપદ્રવ કરવામાં આવે તો પણ મારા અંતરમાં જે સન્માર્ગની શ્રદ્ધા થઈ છે તે એવી અવિચળ છે કે તે માર્ગથી હું ચુત થાઉં તેમ નથી.
વળી આ ભૌતિક જગતના અનેકવિધ જડ પદાર્થોના આકર્ષણ વડે વર્તમાન જીવનને જન્મ અને મૃત્યુ વચ્ચેના એક નાના વિશ્રામ તરીકે જેણે જાણ્યું છે એવો હું મૃત્યુનો ભય કેમ રાખું ? પોતાના શાશ્વત સ્વરૂપનો સદ્ગુરુના બોધથી, ભાવાર્થથી અને સંવેદનથી મને નિર્ણય થયો છે તેથી સાતેય પ્રકારના ભયથી હું રહિત છું. કદાચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org