________________
૧
(૨) શાનીના આશ્રયે જ્ઞાન, અશથી અક્ષતા મળે, હોય જેની કને જે તે, આપે” લોકોકિત એ ફો.
(ઇષ્ટોપદેશ/ગાથા ૨૩.)
જે કોઈ મનુષ્યોએ આ જીવનમાં મારા ઉપર ઉપકાર કર્યો છે તે સર્વેનો હું ઋણી છું. વ્યવહારની અપેક્ષાએ માતા-પિતા-વિદ્યાગુરુ વગેરેના અને નિશ્ચયથી પરમાર્થ માર્ગમાં પ્રત્યેક કે પરોક્ષ માર્ગદર્શન આપી જેમણે મારી ધર્મશ્રદ્ધામાં વૃદ્ધિ કરી, ધર્મમાર્ગમાં વિવિધ પ્રકારનો ઉત્તમ ઉપદેશ આપી મારા જ્ઞાનની વૃદ્ધિ કરી તથા આત્માની ઉન્નતિમાં પરમ ઉપકારી એવા વિવિધ પ્રકારના નિયમો, વ્રત, તપ, જપ, ધ્યાન, ભાવના અનુપ્રેક્ષા આદિમાં મને પ્રવર્તાવ્યો એવા શ્રી સદ્ગુરુદેવનાં ચરણકમળોમાં હું મન, વચન અને કાયાથી ફરી ફરી નમસ્કાર કરું છું. તેમના તે અનેક ઉપકારોનો બદલો હું કેવી રીતે વાળી શકું ? હું સર્વપ્રકારે તેઓ પ્રત્યેની મારી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.
સાકભાવના
મહાપુરુષો તો અનેકાનેક ગુણોના ભંડાર છે પણ કાળદોષ કે કર્મદોષે તેમનામાં કોઈ દોષ કદાચ દેખાય તોપણ તે પ્રત્યે હું ઉપેક્ષાભાવ કરી તેમના ગુણોના ગ્રહણમાં જ સર્વ પ્રકારે ઉદ્યમવંત થાઉં છુ
છેલ્લી બે કડીઓમાં સાધકને પાત્રતા વધારવામાં ખૂબ ઉપયોગી
એવી મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ આ ચાર ભાવનાઓ ભાવવામાં આવી હતી. હવે, સમતાની સાધના વ્યાવહારિક જીવનમાં કરતી વખતે કેવા કેવા પ્રસંગોમાં કેવી કેવી સાવધાની રાખવી પડે છે તેનું આલેખન કરે છે :
કોઈ બુરા કહો યા અચ્છા, લક્ષ્મી આવે યા જાવે, લાખો વર્ષોં તક જીઊં યા, મૃત્યુ આજ હી આ જાવે;
For Private & Personal Use Only
.
Jain Education International
-
www.jainelibrary.org