________________
મેરી ભાવના
૧૫
આદિ વિવિધ કારણોથી કોઇક મનુષ્યોમાં જ્ઞાનની, કોઈકમાં ક્ષમાનો, કોઈકમાં વિનયની, કોઈકમાં ત્યાગની, કોઈકમાં તપની, કોઈકમાં દાનની, કોઈકમાં ધ્યાનની, કોઈકમાં સેવાની, કોઈકમાં પરોપકારની, કોઈકમાં ન્યાયનીતિપૂર્ણ વ્યવહારની, કોઈકમાં સરળતાની, કોઈકમાં પ્રજ્ઞાવિશેષની કોઈકમાં દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેની સર્વસમર્પણતાની, કોઈકમાં સહજ ઉદાસીનતાની, કોઈકમાં દેશ-કાળનાં એંધાણને પરખી લેવાની, કોઈકમાં ધીરજની, કોઈકમાં ખંતની, કોઈકમાં નિરંતર આત્મજાગૃતિની, કોઈકમાં અપૂર્વ ધર્મવક્તૃત્વની તો કોઈકમાં સળશાસ્ત્રપારંગતપણાની એમ વિવિધ શક્તિઓ પ્રગટપણે જોવામાં આવે છે. જ્યારે જ્યારે મને ખબર પડે કે મારી સોસાયટીમાં, પોળ કે શહેરમાં કોઈ આવા ગુણવાન મહાત્મા પધાર્યા છે ત્યારે ત્યારે હું અવશ્ય તેમનો સત્સંગ કરવા જઈશ. અને તેમણે તેવા ગુણો પોતાના જીવનમાં કેવી રીતે વિકસાવ્યા તે જાણીને હું તે તે ગુણોને મારા જીવનમાં ઉતારવાનો એ સુનિયત ક્રમ બનાવીશ. વળી તેમા મહાન ગુણોની મનથી, વચનથી અને તનથી પ્રશંસા અનુમોદના કરી તેમની પદવી અનુસાર હું તેમનો આદર-સત્કાર, પુરસ્કાર-સન્માન અવશ્ય કરીશ અને મારા આજુબાજુના સાથીદારોને પણ તેમ કરવા પ્રેરણા કરીશ.
મહાપુરુષોના કૃપાપાત્ર થવા માટે ગુણગ્રાહકતા કેળવવાનો અને તે માટે તેમના પવિત્ર સાન્નિધ્યમાં રહી તેમની આજ્ઞાને સર્વશક્તિથી ઉપસાવવાનો મેં નિર્ધાર કર્યો છે. જે જેને સેવે છે તે તેના જેવો થાય છે, એ ન્યાય જ્ઞાની પુરુષોએ નીચે પ્રમાણે વ્યક્ત કર્યો છે (૧) આત્મા વિનયી થઈ, સરળ અને લધુત્વભાવ પામી સદૈવ સત્પુરુષના ચરણકમળ પ્રતિ રહ્યો, તો જે મહાત્માઓને નમસ્કાર કર્યા છે, તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે, તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ય કરી શકાય.
(શ્રીમદ્ રાજચંદ્ર/૫૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org