________________
૧૪
સાધક-ભાવના
તેમના પર ક્રોધાદિ કે દ્વેષાદિ ભાવ કરતો નથી પણ તેમનું ભવિતવ્ય રૂડું નથી એમ જાણી તેમના પ્રત્યે ઉપેક્ષાભાવ રાખે છે. તેણે યથાર્થ જ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોવાથી એક બાજુ જેમ તે દુનિયાને સુધારી દેવાની અહંભાવયુક્ત પ્રવૃત્તિ કરતો નથી તેમ બીજી બાજુ તે પોતાના જીવનમાં જ્ઞાન-ધ્યાન-વૈરાગ્યભાવની વૃદ્ધિ કરવાનું પણ છોડતો નથી. કોઈ પણ પ્રકારના બાહ્ય કે અંતરના અવરોધો જીવનમાં આવી પડતાં જે દૃઢપણે ધર્મને વળગી રહે છે અને પોતાના જીવનને અવિરતપણે વિકાસશીલ બનાવવાનો પ્રયત્ન કર્યા કરે છે તે સાધક થોડા કાળમાં વિશિષ્ટ મહાત્મા થઈ પરમાત્મા થઈ જાય છે.
આગળની કડીમાં સાધકને પાત્રતા અર્પનાર એવા ત્રણ ગુણો મૈત્રી, કરુણા અને માધ્યસ્થ ભાવનાઓનો આપણે વિચાર કર્યો હતો. હવેની કડીમાં ખૂબ જ અગત્યનો એવો ચોથો ગુણ જે પ્રમોદ તેનું વર્ણન કરે છે :
ગુણી જનોંકો દેખ હૃદયમેં, મેરે પ્રેમ ઉમડ આવે, બને જહાઁ તક ઉનકી સેવા કરકે યહ મન સુખ પાવે, હોઊં નહીં કૃતઘ્ન કભી મૈં દ્રોહ ન મેરે ઉર આવે, ગુણ-ગ્રહણકા ભાવ રહે નિત, દૃષ્ટિ ન દોષોં પર જાવે. S
ન
સાધક એવી ભાવના ભાવે છે કે તેના જીવનમાં જ્યારે જ્યારે તેને ગુણવાન પુરુષોનો સમાગમ થાય ત્યારે ત્યારે તેમનામાં પ્રગટેલા વિવિધ ગુણોને દેખીને હે પ્રભુ ! મારા હૃદયમાં તેમના પ્રત્યે અત્યંત પ્રેમ પ્રગટો. ‘વદુરના વસુન્ધરા' એ ઉક્તિ અનુસાર આ વિશાળ વિશ્વની અંદર અનેક પ્રકારના ગુણોથી વિભૂષિત જીવનવાળા મનુષ્યો જોવામાં આવે છે. પૂર્વભવોની આરાધનાના ફળરૂપે, બાળપણના ધર્મ સંસ્કારોથી અનુભવી સદ્ગુરુના સાન્નિધ્યના ફળરૂપે, આધ્યાત્મિક ડાયરીની નોંધ રાખવાની ટેવથી અને સતત આત્યંતિક ગુણજિજ્ઞાસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org