________________
૧૩
મેરી ભાવના સુધી કરવાને લીધે હવે તેના જીવનમાં એક આમૂલ પરિવર્તન આવે
- જ્યારે જ્યારે જગતના દુઃખી જીવોને તે જુએ છે ત્યારે ત્યારે એનું અંતર દ્રવી જાય છે. કારણ કે તે હવે બહુ કોમળ બની ગયું છે. જેમ જેમ મોક્ષમાર્ગમાં આગળ વધાય તેમ તેમ અહિંસાનો ભાવ વર્ધમાન થતો જાય છે. આવા સાધકનું સ્વરૂપ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજી નીચે પ્રમાણે વર્ણવે છે :
“મંદ વિષય ને સરલતા, સહ આશા સુવિચાર, કરુણા, કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ઘાર.”
– પત્રાંક૯િ૫૪ જગતમાં મોટા ભાગના જીવોને તો નિરંતર પાપકર્મનો જ ઉદય દેખવામાં આવે છે તેથી આધિ, વ્યાધિ ઉપાધિ, નિર્ધનતા, ભૂખ, તરસ, અપમાન આદિ અનેક પ્રકારનાં દુ:ખના સંયોગોની તેમને પ્રાપ્તિ થાય છે. આવાં મનુષ્યો કે પ્રાણીઓને જોઈને સાધક પોતાની શક્તિ પ્રમાણે તેમને તનથી, મનથી, ધનથી કે વચનથી સહાયક થાય છે, પણ સહાય કરીને અહંપણું કે કર્તાપણું કરતા નથી કારણ કે કર્મના સિદ્ધાંતને તેમણે યથાર્થપણે જામ્યો છે.
આ ભૌતિકવાદનો અને અર્થવાદનો જમાનો છે. રાજા, પ્રજા, અધિકારી વર્ગ કે કહેવાતો ત્યાગી વર્ગ પણ બાહ્યદૃષ્ટિથી પ્રસાયેલો છે. સાદાઈ, સંતોષ સદાચાર, તત્ત્વજ્ઞાન અને ધર્માચરણને જીવનમાં સ્થાન આપનારા મનુષ્યોની સંખ્યા બહુ જ ઓછી છે. આના પરિણામે હલકી વૃત્તિવાળા મનુષ્યો હિંસા કરનારા અને કરાવનાર મનુષ્યો અને અનાર્ય એવી ચોરી, જૂઠ, છેતરપિંડી, વિષયલોલુપતા આદિ ખોટા માર્ગની પ્રવૃત્તિવાળા મનુષ્યોની જ મુખ્યતા થઈ ગઈ છે. સાધકને જ્યારે આવા મનુષ્યોના સંસર્ગમાં આવવાનું થાય ત્યારે તે .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org