________________
૧૨
સાધક-ભાવના સુખી જોઈને તેમને મદદરૂપ થઈને જે પ્રસન્ન થાય છે તે ક્રમે કરીને સાચો મહાત્મા બને છે અને એ રીતે મોક્ષમાર્ગમાં આગળ વધે છે.
- શ્રીદેવ-ગુરુનું યથાર્થ સ્વરૂપ ઓળખી તેમના પ્રત્યે વિશિષ્ટ ભક્તિભાવ ઉપજાવીને અને પાંચ પાપોનો (હિંસા, ચોરી, જૂઠ, કુશીલ, પરિગ્રહ) સ્થળપણે ત્યાગ કરીને, સાધક કેવી રીતે આગળ વધે છે તે હવે જણાવે છે :
મૈત્રીભાવ જગતમેં મેરા સબ જીવસે નિત્ય રહે, દીન દુઃખી જીવોં પર મેરે ઉરસે કરુણાસ્રોત બહે. દુર્જન-જૂર-કુમાર્ગરતોં પર, લોભ નહીં મુજકો આવે, સામ્યભાવ રબૂ મેં ઉન પર, ઐસી પરિણતિ હો જાવે. ૫
જેવો મારો આત્મા છે તેવો જ સૌનો આત્મા છે એમ પોતાને આત્મસ્વરૂપપણે નિર્ધારિત કરીને, અન્ય દેહધારીઓમાં પણ પોતાના જેવો જ આત્મા વિલસી રહ્યો છે એમ યથાર્થ અંતરંગ શ્રદ્ધા થવાથી જગતના સર્વ મનુષ્યો – અને સર્વ જીવો – પ્રત્યે સાહજિક નિર્વેરબુદ્ધિ ઊપજે છે. આવો સાધક હવે માતા, પિતા, સ્ત્રી, પુત્ર, પરિવાર, મિત્રાદિને તો સૌમ્ય દૃષ્ટિથી નિહાળે જ છે પરંતુ તેથી આગળ વધીને નોકર-ચાકર, રસોઇયા, ડ્રાઈવર, આયાબાઈ, મુનીમ, ચોકીદાર, ઘરાક, દરદી, અસીલ, પડોશી, ભિખારી, કૂતરાં, બિલાડી, માખી, મચ્છર કે કીડી પ્રત્યે પણ તેવો જ આત્મતુલ્ય ભાવ પ્રગટવાથી પ્રેમપૂર્ણ સૌમ્ય વ્યવહાર કરે છે. આ પ્રમાણે વર્તવાથી કોઈની નિંદા, કોઈની ચુગલી-ચાડી, કોઈની સાથે ક્રોધભાવ, કોઈને છેતરવાનો ભાવ, કોઈને ખોટી સલાહ આપવાનો ભાવ, કોઈનું ઝૂંટવી લેવાનો ભાવ તે કરતો નથી, કારણ કે સૌમાં જાણે કે તેના પોતાના આત્માનું જ પ્રતિબિંબ દેખાય છે. આવો સમીચીન વ્યવહાર સવારથી સાંજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org