________________
મેરી ભાવના તેથી નમ્ર, અતિ નમ્ર થાઓ તો સાચી મહત્તા સ્વયં પ્રાપ્ત થશે.
ક્રોધનો કે આક્રોશનો ભાવ સાધકને પોતાનું ભાન ભુલાવી દે છે અને ક્ષમાસ્વભાવને ચૂકેલો સાધક આત્માનો ઘાત કરી અપવિત્ર અને દુઃખી થાય છે.
આ ક્રોધ-માનની કલરૂપ જોડીને છોડીને પોતાના સહજ ક્ષમા-વિનયરૂપ આત્મસ્વભાવને ફરી ફરી યાદ કરો અને પૂર્વે થયેલા મહાન પુરુષોના ચરિત્રોનું વારંવાર સ્મરણ કરી પોતાના આત્માને પ્રેરણા આપીને ક્ષણે ક્ષણે, કાર્યું કાર્યો અને પ્રસંગે પ્રસંગે સાધનામાર્ગમાં
જોડો.
પુણ્ય-પાપમાં યથાર્થ શ્રદ્ધાઃ જગતના જીવોને જે જે પદાર્થોની પ્રાપ્તિ-અપ્રાપ્તિ થાય છે તે તે સર્વ તેમનાં કરેલાં કર્મોનું જ ફળ છે એમ જેને યથાર્થપણે સમજાય છે તે અન્ય મનુષ્યોના વૈભવાદિને જોઈને મનમાં ખેદખિન્ન થતો નથી. અંતરમાં ક્લેશભાવ કરતો નથી, પરંતુ ઊલટો, જગતના જીવોને તન -મન-ધન-અન્ન-આત્માદિનું સુખ પામતા જોઈને સંતુષ્ટ જ રહે છે, અને સાર્વજનિક કલ્યાણની ભાવના ભાવે છે. હું હવે સાચો સાધક થયો છું. તેથી પણ આવા જ ભાવો કરું છું. વળી સાહજિકતાને અને સરળતાને અપનાવતો થકો જેવું મનમાં વિચારું છું, તેવું જ મુખેથી બોલું છું અને જેવું બોલું તે પ્રમાણેનું આચરણ કરવાનો પુરુષાર્થ કરું છું. આ પ્રમાણે શારીરિક, વાચિક અને માનસિક ત્રણેય સ્તરોએ હું ઋજુતાના એટલે સરળપણાના ભાવને અંગીકાર કરીને સર્વ પ્રકારનાં છળ-કપટ-માયાચાર -પ્રપંચ-વિશ્વાસઘાતનાં કાર્યોને છોડું છું.
સેવાભાવથી પ્રેરાઈને સૌ કોઈને યથાશક્તિ – યથાપદવી સહાયક થવાનો પ્રયત્ન કરીને મારા જીવનમાંથી સ્વાર્થના અંશોને
ઘટાડું છું. સર્વ જીવોના સુખમાં જે રાજી રહે છે, અન્ય જીવોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org