________________
૧૦
સાધક ભાવના પ્રસંગોમાં હું સત્ય બોલવાનો પ્રયત્ન કરું છું અને અસત્યનો અનાદર કરી તે પ્રત્યે અરુચિ કેળવું છું. વળી આ જગતમાં મોહિત જીવને કાંચન-કામિની પ્રત્યે તીવ્ર મમતા હોય છે અને તેમનો જીવનવ્યવહાર પણ દોષપૂર્ણ હોય છે. સત્સંગના યોગે હવે હું, મારો ન્યાયપૂર્ણ હક જેના પર નથી એવા સર્વ ઘનનો, અને સમાજ અને અગ્નિ સાક્ષીએ સહધર્મચારિણી તરીકે સ્વીકારેલી સ્વપત્ની સિવાય જગતની સર્વ સ્ત્રીઓ પ્રત્યેની સદોષ ચર્યાનો પણ નિયમપૂર્વક ત્યાગ કરું છું. આ પ્રમાણે હું સ્ત્રી-ધનાદિ જગતના પદાર્થોમાં સંતોષને ધારણ કરું છું.
વિનય-શમા-સરળતા-સેવા-પરોપકારાદિ ગુણોની આરાધના : જીવનશુદ્ધિના ક્રમને કેવી રીતે વિશેષપણે સાધવો તે આગળની કડીમાં કહે છે :
અહંકારકા ભાવ ન રખૂં, નહીં કિસી પર કોઇ કરું, દેખ દૂસરોંકી બઢતીકો કભી ન ઈર્ષાભાવ ઘણું રહે ભાવના ઐસી મેરી સરલ સત્ય વ્યવહાર કરું, બને જહાં તક ઇસ જીવનમેં ઔરોંકા ઉપકાર કરું. ૪
માન મનુષ્યનો મોટો દુશ્મન છે. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી અભિમાન જતું નથી. જ્યારે પોતાના સાચા સ્વરૂપનું ભાન પ્રગટે ત્યારે જગતના કોઈ પણ પદાર્થનું સ્વામીપણું માને નહિ અને જો જગતના પદાર્થોનું સ્વામીપણું ટળે તો તે પદાર્થોથી પોતાની મોટાઈ કેવી રીતે માને ? જ્ઞાનીઓ કહે છે કે જડ પદાર્થોથી પોતાને મોટો માને છે તે હલકો છે માટે જ્ઞાન, પૂજા, કુળ, જાતિ, બળ, રિદ્ધિ, તપ અને શરીર એમ આઠેય પ્રકારના અભિમાનનો, હે ભવ્ય જીવો ! તમે અપરિચય કરો, અનભ્યાસ કરો અને પોતાથી સ્વયંપૂર્ણ અને સ્વયંમ એવા તમારા આત્મતત્ત્વની શ્રદ્ધા અને લક્ષ વર્ધમાન કરો. વિનય વિના વિદ્યા, વિવેક કે વિજ્ઞાનની પ્રાપ્તિ સંભવતી નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org