________________
મેરી ભાવના
ત્રણ વાર સત્સમાગમનો લાભ મળે તે પ્રમાણે કરીને ત્રણ-ચાર વર્ષના ગાળામાં દરરોજ લગભગ બે-ત્રણ કલાકની સાધના થઈ શકે તેમ કરવામાં ઉદ્યમવંત થાઉં છું.
(૨) આવા દૈનિક સત્સંગ ઉપરાંત વર્ષમાં બે વખત ઘનિષ્ઠ સત્સંગનું આયોજન કરું છું. ઉનાળાની કે દિવાળીની રજાઓમાં આઠ-દસ દિવસ નિવૃત્તિક્ષેત્રમાં જઈ સવારથી રાત સુધી સાધના કરીશ. મારાં કુટુંબીજનો પણ મારી સાથે આવે તો ભલે આવે અને ન આવે તો જેવી તેઓની મરજી.
e
ગુણાનુરાગ : સત્સંગના યોગમાં, જ્ઞાની પુરુષનો સમાગમ થોડો કાળ મળે ત્યારે તેમના અલૌકિક વ્યક્તિત્વને નિહાળીશ, તેમની અપૂર્વ આત્માર્થપ્રેરક વાણીનો વિચાર કરીશ અને ક્રમે કરીને તેમના પ્રત્યે પ્રેમ ઉપજાવી તેમના જેવા ગુણો મારા જીવનમાં પ્રગટાવવા માટે દૃઢપણે અને સુઆયોજિતપણે પુરુષાર્થ કરીશ. જેવો તેમનો વૈરાગ્ય છે, જ્ઞાન છે, ક્ષમા અને વિનય છે, સર્વ જીવો પ્રત્યે મૈત્રી છે અને નિરંતર આત્મજાગૃતિને લીધે અંર્તદૃષ્ટિની સાધના છે તેવા પ્રકારો, તેવા ગુણો અને તેવી દિનચર્યા મારી પણ બને તેવો હું પુરુષાર્થ કરવાનો સંકલ્પ કરું છું અને તેઓશ્રી મને જે કંઈ આશા આપે તે જાગ્રતપણે પાળવા કટિબદ્ધ થાઉં છું.
પાપનિવૃત્તિ સહિત સદ્ગુણોની વૃદ્ધિ : સાચા આધ્યાત્મિક વિકાસ માટે જીવનશુદ્ધિ, સદ્ગુણવૃદ્ધિ અને ચિત્તની નિર્મળતા અનિવાર્ય છે. આની સિદ્ધિ માટે બુદ્ધિપૂર્વકની શારીરિક, વાચિક અને માનસિક પાપવૃત્તિમાંથી નિવૃત્ત થવું જ જોઈએ અર્થાત્ પાપોનો ત્યાગ કરવો જોઈએ. માટે કોઈ પણ નાનામોટા પ્રાણીને કે મનુષ્યને હું સંકલ્પપૂર્વક દુઃખ ન ઊપજે એ રીતે મારું જીવન ઘડું છું. વળી વ્યવહારસત્ય વિના પરમાર્થસત્યની પ્રાપ્તિ ન થતી હોવાથી, મારા જીવનના બધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org