________________
સાધક-ભાવના
“તે ગુરુ મેરે મન બસો, જે ભવજલધિ જિહાજ, આપ તિરહિં પર તારહીં, ઐસે શ્રી ઋષિરાજ. તે ગુર)
(અધ્યાત્મકવિ શ્રી ભૂધરદાસજી) પ્રવચન અંજન જો સદ્દગુરુ કરે, દેખે પરમ નિધાન; જિ. હૃદય નયણ નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન જિવ ઘર્મ0'
(શ્રીમદ્ આનંદઘનજી મહારાજ) આ પ્રસિદ્ધ તત્વપ્રરૂપક કાવ્યની પહેલી બે કડીઓનો આપણે આગલા સ્વાધ્યાયમાં વિચાર કર્યો હતો. જેમાં બીજી કડીમાં સરતત્ત્વની પ્રરૂપણા કરવામાં આવી હતી. ગુરુના આવા સ્વરૂપને જાણીને સાધક શું કરે છે તે આગળની કડીમાં કહે છે : રહે સદા સત્સંગ ઉનડીંકા, ધ્યાન નહીંકા નિત્ય રહે, ઉનહી જૈસી ચર્યામેં યહ ચિત્ત સદા અનુરક્ત રહે; નહીં સતાઊં કિસી જીવકો, ઝૂઠ કભી નહીં કહા કરું, પરધન-વનિતા પર ન ઉભાઊં, સંતોષામૃત પિયા કરું. ૩.
સત્સંગની ભાવના અને સાધના : આગળ કહ્યા હતા તેવા નિઃસ્પૃહ અને જ્ઞાન-ધ્યાન-તપમાં અનુરક્ત સત્પુરુષોનો, હે પ્રભુ ! મને નિરંતર સમાગમ રહો. અહીં સાધક પોતાના અંતરની સત્સંગની અભિલાષા વ્યક્ત કરીને પ્રભુને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ ! આ જમાનામાં સર્વત્ર અસત્સંગ અને અસત્યસંગના જ પરિચય થાય તેવા સંજોગ દેખાય છે. માટે હવે હું એવો સંકલ્પ કરું છું કે નિયમિતપણે મને સત્સમાગમનો લાભ મળી શકે. આ માટે હું આપનો કે આપના જેવા જ્ઞાની પુરુષોનો સમાગમ થઈ શકે તેવી રીતે મારા જીવનના ક્રમને નીચે પ્રમાણે ગોઠવું છું.
(૧) તદ્દન પ્રારંભિક ભૂમિકામાં, રવિવારના સવારના ત્રણેક કલાકનો સત્સંગ કરીશ. પછીના છબાર મહિનામાં અઠવાડિયામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org