________________
મેરી ભાવના
સાદું જીવન સાદો ખોરાક, સાદું રહેઠાણ – બધું જ સહજ, સરળ, અલ્પ મૂલ્યવાન, યથાપ્રારબ્ધ. આ પ્રકારે કઠણ અને નૈસર્ગિક જીવન જીવવા છતાં તેમનું મન નિરંતર પ્રસન્ન રહે છે, કારણ કે પોતાના આત્મામાંથી જ સહજાનંદની પ્રાપ્તિ થવાથી જગતના પદાર્થોની પ્રાપ્તિ-અપ્રાપ્તિથી તેઓનું ચિત્ત વિક્ષેપ પામતું નથી; નિજાનંદથી તૃપ્ત જ રહે છે. તેઓ ધીરગંભીર હોવા છતાં શોગિયા કે ઉદાસ નથી પરંતુ પ્રસન્ન, શાંત અને સ્વંયમ છે. નિરંતર નિજાનંદનું પ્રતિબિંબ તેમના મુખમળ પર વિલસે છે, પણ આને ઓળખવા માટે યોગ્યતા – પાત્રતા – નિર્મળ અંતઃકરણ જોઈએ. મુમુક્ષુતા-રૂપી નેત્રો મેળવે તો મહાત્માની ઓળખાણ ક્રમે કરીને થાય.
―
આવા જે કોઈ સંતો – જ્ઞાનીજનો – સાધુપુરુષો કે સત્પુરુષો દુનિયામાં હોય છે તેમની પવિત્રતાના અને પુણ્યના યોગે જ સત્કાર્યો સહજપણે થતાં રહે છે. લોકોને તનનું, મનનું, ધનનું, વચનનું, અન્નનું કે આત્માનું જે કોઈ સુખ મળવા યોગ્ય છે તે સર્વ પ્રકારનાં સુખોનું મૂળ આ મહાજ્ઞાની પુરુષો જ છે, જેઓ પોતે કલ્યાણરૂપ થયા છે અને અનેક યોગ્ય મનુષ્યોને કલ્યાણ પામવાનું નિમિત્ત બને છે. આપણને તેવા મહાસમર્થ યુગપ્રધાન સત્પુરુષોનું શરણ હો ! જ્ઞાનીજનો પણ તેમ જ કહે છે ઃ
સેવે સદ્ગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ.'
(શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર/૯)
પરિપૂર્ણ પંચાચારમાં, વળી ધીર, ગુણગંભીર છે, પંચેન્દ્રિગજના દર્પદલને દક્ષ શ્રી આચાર્ય છે.
Jain Education International
(શ્રી નિયમસાર/૭૩)
For Private & Personal Use Only
www.jainelibrary.org