________________
સાધક-ભાવના સંસારરૂપી સાગરથી ઊતરીને અનંત સુખ-સ્વરૂપ એવા મોક્ષપદની પ્રાપ્તિ માટે ઉત્તમ માર્ગદર્શક સિદ્ગુરુ)ની જરૂર છે.
જેમણે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ એવી પાંચેય ઇન્દ્રિયોના ભોગના પદાર્થોની આશાનો ત્યાગ કર્યો હોય તે જ નિઃસ્પૃહ ગુરુ ઉત્તમ છે. વળી શાન વૈરાગ્ય અને ઇન્દ્રિયવિજય દ્વારા જેઓએ શુદ્ધ એવા આત્મપદનો અનુભવ કર્યો હોય તેવા પરમ સમરસીભાવના ભોગી હોવાથી જગતના સમસ્ત પદાર્થોમાં તેમને સમબુદ્ધિ જ રહે છે; ગમો-અણગમો, માન-અપમાન, સુખ-દુઃખ, ભૂખ-તરસ, ઠંડી-ગરમી, ઊંચ-નીચ વગેરે ભાવોથી તેઓ ઉપર ઊઠી ગયા
- નાસ્તિ-અસ્તિથી સરુનાં બે લક્ષણોનું વર્ણન કરી હવે ત્રીજું લક્ષણ કહે છે. આ ગુણ તેમની સતત આત્મજાગૃતિ અને જીવમાત્રના કલ્યાણની ભાવના છે. રૂડે પ્રકારે પોતાની શ્રદ્ધાને, જ્ઞાનને, સંયમ અને તપને નિરંતર વધારી પોતાના જીવનને કલ્યાણમાર્ગમાં જોડેલું રાખીને તેને સૂર્ય સમાન તેજસ્વી, સાગર સમાન ગંભીર, ચન્દ્ર સમાન શીતળ અને ધરતી સમાન ક્ષમાવત બનાવે છે. વળી પોતાના સંસર્ગમાં આવતાં બીજા મનુષ્યોને પણ, તેમની યોગ્યતા પ્રમાણે, આત્મકલ્યાણનો બોધ આપી, તેઓ જ્યાં હોય ત્યાંથી તેમને ઉપર ઉઠાવે છે અને આમ જગતના જીવોના પરમ ઉપકારી અને પરમ ઉદ્ધારક બની રહે છે.
હવે આગળ સાચી અધ્યાત્મદશાનું લક્ષણ કહે છે. જેમ જેમ સાધક સાધનામાર્ગમાં ખરેખર આગળ વધે છે તેમ તેમ સાધકની પોતાની અંગત જરૂરિયાતો ઘટતી જાય છે. ભગવાનનો માર્ગ સ્વાધીનતાના રસ્તે ચાલી પૂર્ણપણે સ્વાધીન (સિદ્ધ) થવાનો છે. સાચા સંત સદ્દગુર “સહજ મિલા સો દૂધ બરાબર' એ ઉક્તિથી જીવે છે.
Jain Education International
For Private & Personal Use'Only
www.jainelibrary.org