________________
મેરી ભાવના દેવો વડે સ્વર્ગના દેવો વડે) પૂજ્ય હોવાથી તેઓ મહાદેવ અથવા હર છે, સંસારસાગર તરવા માટેનો રત્નત્રયરૂપ જે મોક્ષમાર્ગ તેના વિધાતા હોવાથી તેઓ બ્રહ્મા છે અને પોતાનું જે સુખ તે વડે જ તૃમ હોવાથી કોઈના પણ ઉપર આધાર કે અવલંબનની જેમને જરૂર નથી એવા સ્વાધીન છે. આવા પરમાત્મામાં મારું ચિત્ત નિરંતર પ્રેમરૂપી રંગથી રંગાઈને લીનતા પામે, તેમનું જ સ્મરણ, તેમનું જ ધ્યાન, તેમનો જ લક્ષ, તેમનામાં જ મગ્નતા પામે એવી મારી ભાવના છે.
આ પરમાત્માપદમાં લીનતા થવી તે જ અધ્યાત્મસાધનાની સફળતાની પરાકાષ્ઠા છે. તેને જ પરાભક્તિ અથવા પ્રેમસમાધિ કહે છે. માટે જ કહ્યું :
ઘડી ઘડી પલ પલ સદા, પ્રભુ સુમિરનકો ચાવ, નર ભવ સફલો જો કરે, દાન શીલ તપ ભાવ.”
(બૃહદ-આલોચના) મન ઐસા નિર્મલ ભયા, જૈસે ગંગા નીર પીછે પીછે હરિ ફિરે, કહત કબીર કબીર.'
પરમાનંદરૂપ હરિને ક્ષણ પણ ન વિસરવા એ અમારી સર્વ કૃતિ, વૃત્તિ અને લેખનો હેતુ છે.”
(શ્રીમદ્ રાજચન્દ્ર) બીજી કડીમાં હવે સદગુરુતત્ત્વની મીમાંસા કરે છે : વિષયોંકી આશા નહીં જિનકે, સામ્યભાવ ધન રખતે હૈં, નિજપરકે હિત સાધનમેં જો નિશદિન તત્પર રહતે હૈ, સ્વાર્થત્યાગકી કઠિન તપસ્યા બિના ખેદ જો કરતે હૈ, ઐસે શાની સાધુ જગતકે દુઃખ સમૂહકો હરતે હૈં. ૨
જેમ આ જગતને વિષે સમુદ્રની પાર જવું હોય તો સ્ટીમર અને તેનો સંચાલક (captain) ઉત્તમ હોવાં જોઈએ તેમ આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org