________________
સાયનત્યાના
નિષેધાત્મક ભાવોને પોતાના જીવનમાં વૈજ્ઞાનિક ક્રમથી ઉતારી તે અર્થે સત્સંગ, સ્વાધ્યાય, સગુણસંપન્નતા અને શુદ્ધ આત્મધ્યાનાદિનો ઉગ્રપણે આશ્રય કર્યો અને આ રીતે સર્વ પ્રકારના રાગથી, દ્વેષથી અને કામાદિક ઇચ્છાઓથી રહિત થયા તેમને હું પ્રણામ કરું છું. રાગદ્વેષનો સંપૂર્ણપણે અભાવ કરીને જેમણે આત્માનું અનંત જ્ઞાન પ્રગટ કર્યું છે તેવા આ પરમાત્મા સર્વજ્ઞ છે, એટલે કે જગતના સમસ્ત પદાર્થોની સર્વ અવસ્થાઓને સંપૂર્ણપણે જાણે છે. તેમના જ્ઞાનને હવે કોઈ પણ આવરણ રહ્યું નથી એવા સર્વથા નિરાવરણ જ્ઞાનવાળા આ પરમાત્મા છે.
- હવે ત્રીજો ગુણ કહે છે. પરમાત્મા નિઃસ્પૃહ ઉપદેશક છે. રાગદ્વેષ નથી તેથી કોઈને સારું કે બૂરું લગાડવા તેઓ કાંઈ કહેતા નથી. તેમ વળી પૂર્ણજ્ઞાની હોવાને લીધે ભૂલથી પણ અસત્ય કહેતા નથી. આવા પરમાત્મા (અરિહંત-તીર્થંકર)નો ઉપદેશ કેવળ નિષ્કારણ કરુણામાંથી ઉદ્ભવેલો હોવાને લીધે વિશ્વના સમસ્ત જીવોના કલ્યાણને અર્થે હોય છે. ત્યાં નાત, જાત, દેશ, વેષ કે ભાષાવાળાનો કોઈ ભેદ નથી. ભગવાનનો ઉપદેશ કેવો છે ?
સકળ જગત હિતકારિણી હારિણી મોહ, તારિણી ભવાબ્ધિ મોક્ષચારિણી પ્રમાણી છે.
(શ્રીમદ્ રાજચંદ્ર) આવા ગુણોથી સંપન્ન જે પરમાત્મા છે તેમને ગમે તે નામથી સંબોધો એમાં અમને કોઈ વાંધો નથી. સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થવાથી તેઓ બુદ્ધ છે, અતિ દુષ્કરતાથી જિતાવા યોગ્ય એવા કામક્રોધાદિ વિકારોને હરાવ્યા હોવાથી તેઓ વીર છે, સમસ્ત ઇન્દ્રિયો અને કર્મરૂપી શત્રુઓને જીતનાર હોવાથી તેઓ જિન છે, સર્વ પ્રકારના તાપ અને પાપને હરવાવાળા હોવાથી તે હરિ છે, સર્વ પ્રકારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org