SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ મેરી ભાવના ભૂમિકા આત્મવિકાસને અર્થે વારંવાર ભાવવાથી, જે કોઈ પણ સાધકને ખૂબ ખૂબ ઉપયોગી છે એવા, અગિયાર કડીઓમાં રચાયેલા આ કાવ્યની રચના સમીપવર્તી વિદ્વદ્ વર્ય શ્રદ્ધેય શ્રી જુગલકિશોર મુખ્તારે લગભગ પચાસ વર્ષ પહેલાં કરી હતી. ભારતની અને વિદેશની વિવિધ ભાષાઓમાં મળીને તેની પચાસ લાખ પ્રતો છપાઈ છે અને આ રીતે અનેક મુમુક્ષુ-સાધકોને તેનો લાભ મળેલ છે. આ પદને અધિકારી સંગીતજ્ઞો અને સાધકો દ્વારા ટેપ-રેકોર્ડમાં પણ ઉતારવામાં આવ્યું છે જેથી સામાન્ય જનતા અને યુવકોમાં પણ તે લોકપ્રિય બન્યું છે. આપણે પણ આ પદના શબ્દોના અર્થ સારી રીતે સમજી, તેમાં કહેલા ભાવોને વારંવાર વિચાર-મનન દ્વારા અને શ્રદ્ધા દ્વારા દૃઢ કરીને આપણા જીવનમાં ઊતરે એ આશયથી તેના વિશેષાર્થોનો સ્વાધ્યાય કરીશું. પ્રથમ કડી આ પ્રમાણે છે : જિસને રાગદ્વેષ કામાદિક જીતે, સબ જગ જાન લિયા સબ જીવોંકો મોક્ષમાર્ગકા નિસ્પૃહ હો ઉપદેશ દિયા; બુદ્ધ વીર જિન હરિ હર બ્રહ્મા યા ઉસકો સ્વાધીન કહો, ભક્તિભાવસે પ્રેરિત હો યહ ચિત્ત ઉસમેં લીન રહો. ૧ અહીં, પ્રથમ જ સાધકને પ્રયોજનભૂત અવલંબન બને એવાં ત્રણ તત્ત્વો (શુદ્ધ દેવ-ગુરુ-ધર્મ) મળે, પ્રથમ એવા દેવતત્ત્વનું સ્વરૂપ કહે છે. જેઓએ આત્મજાગૃતિ, આત્મજ્ઞાન અને આત્મસંયમરૂપ વિધેયાત્મક ભાવોથી તથા વિરક્તિ, ત્યાગભાવ અને તપસ્યારૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001286
Book TitleSadhak Bhavna
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy