________________
મેરી ભાવના
આત્માનો વિચાર, આત્માનું ચિંતન, આત્માની યાદી, આત્માની સાવધાની, આત્માની જાગૃતિ, આત્માનું અનુપ્રેક્ષણ વધતું જાય છે તેમ તેમ સાધકમાં એક વિરાટ વિભૂતિનો ઉદય થાય છે જે પોતાના સંકલ્પબળે–ચારિત્રબળે દુનિયાના ગમે તેવા સંયોગ-વિયોગમાં પણ પોતાના ચિત્તની સમતુલા જાળવી શકે છે અને આને જ જ્ઞાનીઓએ સાક્ષાત્ ધર્મ કહ્યો છે પછી તેને સમતા કહો, આત્મસ્વસ્થતા કહો, સમાધિ કહો, યોગ કહો, સહજસમાધિ કહો, શુદ્ધભાવ કહો, સામ્યભાવ કહો, ચિત્તપ્રસન્નતા કહો કે ચારિત્રદશા કહો. કહ્યું છે
કે,
चारितं खलु धम्मो जो सो समो त्ति जिद्दिठ्ठो ।
मोहक्खोहविहीणो परिणामो अप्पणो हुं समो ॥*
આગળની બે કડીઓમાં સાધક કેવી રીતે સમતાની સાધના કરે છે અને જીવનનાં વિવિધ દ્વન્દ્વોમાં પણ પોતાના ચિત્તની સમતુલા જાળવતો થકો સામ્યયોગની સાધનામાં કેવી રીતે આગળ વધતો જાય છે તેની વિચારણા કરવામાં આવી હતી.
હવે આગળની કડીમાં, વ્યક્તિગત ક્લ્યાણ સાથે સામૂહિક કલ્યાણની ભાવનાને પણ સાધક જીવ અવશ્ય સ્થાન આપે છે એ વિચારને વ્યક્ત કરતી ભાવના રજૂ કરે છે.
સુખી રહેં સબ જીવ જગતકે, કોઈ કભી ન ધબરાવે; વૈર પાપ અભિમાન છોડ જગ, નિત્ય નયે મંગલ ગાવે; ઘર-ઘર ચર્ચા રહે ધર્મકી, દુષ્કૃત દુષ્કર હો જાવે; જ્ઞાન ચરિત ઉન્નત કર અપના મનુજજન્મ-ફલ સબ પાવે. ૯ *ચારિત્ર તે ખરે ધર્મ છે, જે ધર્મ છે તે સામ્ય છે; ને સામ્ય જીવનો મોહક્ષોભવિહીન નિજ પરિણામ છે.
Jain Education International
૨૧
-
શ્રી પ્રવચનસાર, ગાથા ૭
For Private & Personal Use Only
www.jainelibrary.org