________________
૨૨
સૌના હિતની અભિલાષા
સંતપુરુષો કેવી રીતે સમસ્ત જગતના મિત્ર થઈને પરોપકારમય જીવન પાળે છે તે સમજવા જેવું છે. સંતને એવી શ્રદ્ધા અને અનુભવ હોય છે કે દેહમાં રહેલ હું ચૈતન્ય-આત્મતત્ત્વ છું. જેવો હું આત્મા છું તેવા આ સમસ્ત પશુપક્ષીઓ મનુષ્યો વગેરે પણ છે. જેમ દુઃખાદિના પ્રસંગોને હું ઇચ્છતો નથી તેમ આ સૌ દેહધારીઓ પણ દુઃખને ઇચ્છતા નથી. તેથી મારા તરફથી કોઈને દુઃખ દેવાનો, અપમાન કરવાનો, ભયભીત કરવાનો, નિંદા કરવાનો, ઇર્ષ્યાના કે બીજા કોઈ અપ્રિય લાગે તેવા ભાવો મનથી, વચનથી કાયાથી ન હો. નાનાં-મોટાં, નિર્ધન-ધનવાન, સ્ત્રી-પુરુષ, કાળા-ગોરા, યુવાન-વૃદ્ધ સૌ પ્રત્યે મને સમભાવ છે.
સાકભાવના
પોતાનાથી વિરુદ્ધ માન્યતાવાળા અને આચરણવાળા જીવો પ્રત્યે મનુષ્યને દ્વેષભાવના હોય છે અને તેથી તેમના પ્રત્યે દુશ્મનાવટના ભાવો રાખી તે પ્રમાણે વર્તે છે. આને વૈરભાવ કહે છે. વળી જન્મજન્માંતરનાં દુષ્ટ કાર્યો કરવાના જીવને સંસ્કાર પડી ગયેલાં છે. પૂર્વસંસ્કારોને વશ થઈને વ્યસનલપંટ બનવું, હિંસા કરવી, જૂઠું બોલવું, ચોરી કરવી, કુશીલ સેવવું, પરિગ્રહની અત્યંત મમતા કરવી વગેરે અનેક પ્રકારનાં તીવ્ર પાપોની પ્રવૃત્તિ જગતના અજ્ઞાની જીવોમાં દેખવામાં આવે છે. પોતે બીજાથી ઉચ્ચ દરજ્જાનો છે, આ બધા જીવો મારી સરખામણીમાં તુચ્છ છે, એવો અહંભાવ પણ મનુષ્યોમાં આરૂઢ થયેલો દેખવામાં આવે છે. જ્ઞાનમાં હું અધિક છું, લોકો મને પૂજે છે, મારા પૂર્વજો ઉચ્ચ કુળ-જાતિના છે, મારી પાસે પુષ્કળ તન-મન-ધન-વચનનું બળ છે, મારી પાસે અનેક રિદ્ધિસિદ્ધિઓ છે, હું આવાં આવાં દુષ્કર તપ કરું છું, મારા જેવું શરીર કે વૈભવ કોઈના નથી – આમ વિવિધ પ્રકારે મનુષ્ય પોતાના અભિમાનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org