________________
મેરી ભાવના પોષે છે.
આવા ઉપરોક્ત સર્વ પ્રકારના તુચ્છ ભાવોને તિલાંજલિ આપીને સૌ કોઈનું જીવન નિર્વિન બને અને આ લોક અને પરલોકમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ સૌને પ્રાપ્ત થાઓ તેવી કલ્યાણકારક ભાવનાનો હું આશ્રય કરું છું. ઘર્મરૂપી પુરુષાર્થ
ઘર્મ, અર્થ, કામ, અને મોક્ષ – એવા મનુષ્યજીવનના આ ચાર પુરુષાર્થમાં ધર્મની જ મુખ્યતા છે કારણ કે તે હોતાં જ બાકીના પુરુષાર્થની સિદ્ધિ સંભવે છે. આ ધર્મની શ્રદ્ધા થવા, આ ધર્મનું શાન થવાં અને આ ધર્મનું આચરણ થવા માટે ધર્મનું સારી રીતે શ્રવણ થવું જરૂરી છે. તેથી હું એવી ભાવના કરું છું કે લોકોમાં ધર્મ પ્રત્યે એવો પ્રેમ જાગો કે દરેક ઘરમાં ઘર્મની કાંઈક અને કાંઈક વાતો થતી રહે, જેથી નવી પેઢીમાં પણ ઘર્મના ઉત્તમ સંસ્કાર પડે.
જ્યાં ઘર્મના સંસ્કાર સારા પ્રમાણમાં હોય છે ત્યાં અધર્મની વાતો અને અધર્મનું આચરણ ઘટે છે અને આ રીતે પાપાચાર ઘટવાથી વ્યક્તિગત આધ્યાત્મિક વિકાસ થવા ઉપરાંત સમસ્ત સમાજમાં સંપ, શાંતિ અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. માનવભવની સફળતા
નૃજન્મનઃ ફલં સાર જ્ઞાનસેવનમ્ | અનિગૂહિતવીર્યસ્ય સંયમસ્ય ચ ધારણમ્ II
પૂર્વાચાર્યોએ મનુષ્યભવને ખરેખર સફળ બનાવવામાં મુખ્ય બે સાધનો બતાવ્યાં છે, એક જ્ઞાન અને બીજું સંયમ. કોઈ પણ ઉપાય કરીને જેનાથી પોતાના સાચા સ્વરૂપની ખરેખર ઓળખાણ થાય તે પ્રકારના જ્ઞાનનો અભ્યાસ કરવો જોઈએ. સારા ગ્રંથોના વાચનથી, લખાણથી, પ્રશ્નોત્તરીથી, મનનથી, અર્થ સમજવાથી, પારાયણ કરવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org