________________
૨૪
સાધક ભાવના એમ અનેક રીતે જ્ઞાનપ્રાપ્તિનો ઉદ્યમ કરવો જોઈએ.
મોટાં પાપોનો ત્યાગ કરવાથી અને જીવનની બધી ક્રિયાઓને નિયમિત અને પવિત્ર બનાવવાથી ગૃહસ્થ ધર્મ કે ત્યાગીધર્મમાં સંયમનો ઉદય થાય છે. સંયમથી સંતોષ શાંતિ અને સમતાનો લાભ થાય છે અને આમ થતાં મનુષ્યભવ સફળ થાય છે.
આ પ્રમાણે અહીં સ્વ -પર-કલ્યાણનાં માર્ગની સિધ્ધિ માટે યથાયોગ્ય ભાવના કરી.
છેલ્લી કડીમાં ધર્માત્મા મનુષ્ય કેવી રીતે સમસ્ત વિશ્વનો હિતચિંતક હોય છે તેનો વિચાર કર્યો હતો અને એવા નિશ્વય પર આવ્યા હતા કે ધર્મમય વાતાવરણમાં રહીને જો મનુષ્ય પોતાના સાચા જ્ઞાનની વૃધ્ધિ કરે અને સંયમનો આરાઘક બને તો જ મનુષ્યભવ સફળ થાય. હવે આગળની કડીમાં, સૌ કોઈ કેવી રીતે સુખી થાય અને વિશ્વમાં સંપ. સમાઘાન અને શાંતિ કેવી રીતે વિસ્તરી શકે તેવી આ ભાવના દ્વારા રજૂઆત કરે છે :
ઈતિ-ભીતિ વ્યાપે નહીં જગમેં, વૃષ્ટિ સમય પર હુઆ કરે, ધર્મનિષ્ઠ હોકર રાજા ભી, ન્યાય પ્રજાકા કિયા કરે, રોગ-મરી-દુર્મિક્ષ ન ફેલૈં, પ્રજા શાન્તિસે જિયા કરે, પરમ અહિંસા-ધર્મ જગતમેં, ફેલ સર્વ હિત કિયા કરે. ૧૦
આ પ્રમાણે જગતમાં ભય ન ફેલાય, વરસાદ-પાણી આવ્યા કરે, રાજા પણ ધર્મદષ્ટિવાન થઈ પ્રજાને ન્યાયપૂર્વક રાખે, પ્લેગ વગેરે રોગો ન ફેલાય,દુકાળ ન પડે, પ્રજા સુખશાંતિપૂર્વક જીવે અને સમસ્ત પ્રાણીસૃષ્ટિને સુખદ એવો ઉત્કૃષ્ટ અહિંસા-ધર્મ સર્વત્ર ફેલાય એવી હું ભાવના કરું છું.
નિર્ભયતા: આ વિશ્વમાં આલોકભય, પરલોકભય, અરક્ષાભય, વેદનાભય, અકસ્માતભય, અગુપ્તિભય અને મરણભય એમ મુખ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org