________________
મેરી ભાવના
૨૫
સાત પ્રકારના ભયોથી જીવો પીડાય છે. ગુરુગમ દ્વારા પોતાનું જ્ઞાન-આનંદમય શાશ્વતપદ જો અંતર્મુખ થવાથી યથાર્થપણે ભાસે તો આ બધા પ્રકારના ભયોથી મહદંશે મુક્તિ પમાય.
સામૂહિક સુખાકારી : વ્યક્તિ એ સમાજનું અભિન્ન અંગ છે, બંનેની સામાન્ય સુખાકારી અન્યોન્યાશ્રિત છે. વ્યક્તિગત વિકાસથી સુખી સમાજ અને ઉન્નત સમાજથી વ્યક્તિગત સુખાકારી સંભવે છે. તેથી જ્ઞાનીઓને સાર્વત્રિક કલ્યાણની પ્રાર્થના કરી ઃ
નીતિ પ્રીતિ નમ્રતા, ભલી ભક્તિનું ભાન, આર્ય પ્રજાને આપશો, ભયભંજન ભગવાન. દયા શાંતિ ઔદાર્યતા, ધર્મ-મર્મ મન ધ્યાન, સંપ જંપ વણ કંપ દે, ભયભંજન ભગવાન. હર આળસ એદીપણું, હર અઘ ને અજ્ઞાન, હર ભ્રમણા ભારત તણી, ભયભંજન ભગવાન. તન મન ધન ને અન્નનું, દે સુખ સુધા સમાન, આ અવનીનું કર ભલું, ભયભંજન ભગવાન.
(શ્રીમદ્ રાજચંદ્ર) ૠતુ અનુસાર વરસાદ થવાથી સામાન્ય રીતે અનાજ વગેરે બરાબર પાકે અને રાજા જો ન્યાયપ્રિય હોય તો ગુનેગારને દંડ અને નિર્દોષનું યથાર્થ રક્ષણ થતાં સર્વ પ્રજાજનો ન્યાયનીતિપૂર્વક જીવન વિતાવે અને એકબીજાને સહાયક થાય. ‘યથા રાજા તથા પ્રજા'ની ઉક્તિ પ્રમાણે પ્રજા પણ ધર્મપ્રિય થાય અને ચોરી, જૂઠ, કુશીલ, ઝઘડા અને બીજી અસામાજિક પ્રવૃત્તિઓ ઘટે. આમ એક સુખી, શાંતિપ્રિય અને બળવાન સમાજનું સ્વયં નિર્માણ થાય.
પ્રજાના આરોગ્યની જવાબદારી બંને પક્ષે છે. પ્રજા સ્વચ્છતા જાળવે, તંદુરસ્તીના નિયમો પાળે અને સરકાર પણ સામૂહિક સ્વચ્છતા
3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org