________________
સાધક-ભાવના માટે જાહેર આરોગ્ય સેવાઓનું યથાયોગ્ય આયોજન કરે તો સામૂહિક રોગો (epidemics)ની સંભાવના નહિવત્ થઈ જાય. આ પ્રમાણે તનનું, મનનું અને અન્નનું સુખ સામાન્યપણે લોકોને મળે અને સમાજ સુખી ગણાય.
સાચું સુખ તો આનાથી આગળ છે. અહિંસા, પ્રેમ, બ્રહ્મચર્ય, ક્ષમા, વિનય, સત્ય, સરળતા વગેરે ગુણો જેટલા પ્રમાણમાં વ્યક્તિમાં વિકસેલા હોય અને સર્વ નાનામોટા જીવો પ્રત્યે સમાજ પણ દયાભાવ રાખવાવાળો હોય તો ધીમે ધીમે સાચા સુખની દિશામાં આગેકૂચ થાય. શાકાહાર, સાદાઈ, સ્વદેશીનું ચલણ, શિક્ષણમાં નીતિસદાચારનું મહત્ત્વ અને આધ્યાત્મિક જ્ઞાન વગેરેને અગ્રેસરતા અપાય તો સામૂહિક અને વ્યક્તિગત કલ્યાણનું સ્વપ્ન સિદ્ધિ થાય.
સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો.
(મુનિશ્રી સંતબાલ) . આપણે જે કડીની વિચારણા કરી હતી. તેમાં જગતના સર્વ જીવોને સર્વ પ્રકારે સુખની પ્રાપ્તિ થાઓ તેવી ભાવના હતી. હવે છેલ્લી કડીમાં સામાન્ય સદ્ગુણોનો અને વિશ્વપ્રેમનો વિકાસ કરી, સાચા જ્ઞાન અને સમતાની સૌ કોઈ પ્રાપ્તિ કરો તેવી ભાવના ભાવે
છે.
કૈલે પ્રેમ પરસ્પર જગમેં, મોહ દૂરિ પર રહા કરે, અપ્રિય કટુક કઠોર શબ્દ નહીં, કોઈ મુખસે કહા કરે, બનકર સબ “યુગ-વીર' હૃદયસે દેશોન્નતિરત રહ કરે, વસ્તુસ્વરૂપ વિચાર ખુશીસે, સબ દુઃખ સંકટ સહા કરે,૧૧
અધ્યાત્મજીવનના સાચા વિકાસ માટે નિઃસ્વાર્થપણાનો ગુણ અનિવાર્ય છે. જેમ જેમ મનુષ્ય આત્મવિકાસને સાધતો જાય છે તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org