________________
મેરી ભાવના
તેમ જગતના વિષયભોગના પદાર્થો પ્રત્યે તેને સહજપણે ઉદાસીનતા આવતી જાય છે અને તેથી સ્વાર્થમય કાર્યો પ્રત્યેથી પણ તે વિરામ પામતો જાય છે.
આમ એક બાજુ સ્વાર્થયુક્ત કાર્યો ઘટ્યાં અને સાક્ષાત્ સમાધિભાવની પ્રાપ્તિ નથી થઈ તે ગાળામાં તે જ્ઞાની સાધકના જીવનમાં પ્રેમધર્મનો વિકાસ થતો જાય છે. તેણે જેવો પોતાના આત્માને જોયો-જાણ્યો છે તેવા જ તે સર્વ અન્ય આત્માઓને જુએ-જાણે છે, જેના પરિણામે તેના જીવનમાં ‘મારા-તારા’નો ભાવ વિણસી જાય છે અને સહજ પરોપકાર, સેવાભાવ, ધર્મી મનુષ્યો પ્રત્યે આત્મીયતાનો ભાવ અને જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રી કે કરુણાનો ભાવ ઉદય પામે છે.
૨૭
આવી પ્રક્રિયા જીવનમાં બનતાં સ્વ-પરના શ્રેયાર્થે જ જ્ઞાની જીવની સર્વ પ્રવૃત્તિ ગોઠવાય છે, એટલે કે સ્વાર્થનો વિલય અને પ્રેમનો ઉદય તેના જીવનમાં દૃષ્ટિગોચર થાય છે. આવો શાની સાધક અન્યના હૃદયને ઠેસ પહોંચે તેવાં, ઝઘડા ઉપજાવે એવાં, કુસંપને અને દ્વેષને પોષે એવાં અને કાનમાં પડતાં જ કર્કશતાનો અનુભવ કરાવી દીર્ઘકાળના વેરનો અનુબંધ કરાવે તેવાં વચનોનો પ્રયોગ પોતાના જીવનમાં કરતો નથી. તેના જીવનનું સ્વાભાવિક સૂત્ર છે – ધીરેસે બોલો, પ્રેમસે બોલો, આદર દેકર બોલો, જરૂરત હોને પર બોલો,’ પોતાનાં વાણી-વર્તનથી તે હવે હિત-મિત-પ્રિય વચનોનો હિમાયતી બની જાય છે અને સર્વ ભવ્ય જીવો પણ તે પ્રમાણે વર્તી જીવનવિકાસને સાધો તેવી ભાવના ભાવે છે.
મનુષ્યજીવનને દીપાવવાનું કાર્ય વીર્યવાન પુરુષો જ કરી શકે છે. આવા પુરુષો દ્વારા જ લોકહિતનાં, દેશહિતનાં કે જગતકલ્યામનાં કાર્યો થાય છે. આત્મોન્નતિ એ સર્વમાં શ્રેષ્ઠ છે અને તેનાં અંશોમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org