________________
સાધક-ભાવના
જ આગળ કહ્યાં તેવાં જનકલ્યાણનાં કાર્યો સમાહિત છે. "
જે ભવ્ય, પુણ્યશાળી અને પરાક્રમી પુરુષો આવાં સ્વ-પરહિતનાં ઉત્તમોત્તમ કાર્ય સિદ્ધ કરવાની ભાવના રાખતા હોય તેમણે યોગ્યતા પ્રાપ્તિ માટે બે કાર્યો કરવાં પડશે :
(૧) વિશ્વ-સંચાલનની પારમાર્થિક વ્યવસ્થાનું જ્ઞાન (૨) સમતાની સાધના.
પૂર્ણ જ્ઞાની પુરુષોએ જગતના જડ અને ચેતન પદાર્થોના પરિણમનની જે વ્યવસ્થા જોઈને વર્ણવી છે તેને, આજના વીસમી સદીના જમાનામાં પણ સન્શાસ્ત્રો દ્વારા સંત-સમાગમ દ્વારા, સુયુક્તિ દ્વારા અને ગુરુગમ દ્વારા, આપણે જાણી શકીએ છીએ. જો યથાર્થપણે તેનો બોધ પ્રાપ્ત થાય તો સ્વાભાવિકપણે જ શાંતભાવની સાધના પ્રત્યે આપણું જીવન પ્રેરાય છે, જેમાંથી ક્રમે કરીને ધીરજ, સહનશીલતા, ખંત, સતત ઉદ્યમ, શ્રદ્ધા અને શુદ્ધ આચારનો ઉમેરો થતાં ઉત્કૃષ્ટ અધ્યાત્મદશા પ્રગટે છે. અંતરમાં પરમ સમરસી ભાવનો અનુભવ થતાં સમસ્ત આનંદ આનંદ છવાઈ જાય છે. અને મનુષ્યભવની સફળતાથી સમાધિમરણ અને મોક્ષદશાનું પ્રગટવું યથાસમયે બને છે. ઈતિ શમૂ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org