________________
૯૪
સત્પુરુષાર્થ
ક્રોધાદિ કષાયોને પાતળા કરવાનો-ઘટાડવાનો સતત ઉદ્યમ કરવો – સર્વ પ્રકારે ઉદ્યમ કરવો.
સાધક-ભાવના
તત્ત્વોની સાચી સમજણ કરીને આત્માની શ્રદ્ધા, સ્મરણ અને સ્થિરતાનો ઉદ્યમ કરવો - અભ્યાસ કરવો.
-
આ બન્ને પ્રકારના સત્પુરુષાર્થ દ્વારા આત્માનું બળ વધતું જાય છે અને કર્મોનું બળ ઘટતું જાય છે આમ જિજ્ઞાસાબળ, વૈરાગ્યબળ, વિચારબળ, જ્ઞાનબળ અને ધ્યાનબળ વધી જાય છે. ત્યારે નિર્વિકલ્પ આત્માનુભવ કરવાની સાધકની શક્તિ વધી જાય છે. જે દ્વારા તે ઉત્તમ પરમ સમાધિને પામી જાય છે. આમ આત્મશુદ્ધિ દ્વારા જ આત્મસિદ્ધિ થાય છે એમ પરમાર્થથી નક્કી કરીને તેને માટે સર્વજ્ઞ-સદ્ગુરુની આજ્ઞાએ સર્વતોમુખી પુરુષાર્થ કરવો તે જ મનુષ્યભવને સફળ કરવાનો ઉપાય છે.
(હરિગીત)
Jain Education International
મેળા બધા મુજ સંઘના, નહિ લોકપૂજા કામની, જગબાહ્યની નહિ એક વસ્તુ, કામની મુજ ધ્યાનની; સંસારની સૌ વાસનાને, છોડ વ્હાલા વેગથી, અધ્યાત્મમાં આનંદ લેવા, યોગબળ લે હોંશથી.
(૨૩) શબ્દાર્થ : સંઘના મેળાઓ, લોકોની પૂજાદિ કે જગતના કોઈ બાહ્ય પદાર્થો મારાં ધ્યાન-સમાધિ માટે ઉપયોગી નથી. તેથી હે આત્મા ! આત્માના આનંદની પ્રાપ્તિ માટે સંસારની વાસનાઓને છોડીને જલદી ચારિત્રબળ પ્રગટ કર.
વિશેષાર્થ : અહીં, નિશ્ચયનયની મુખ્યતાથી આત્મસમાધિની પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ તેની વિચારણા ચાલે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org