________________
સામાયિક પાઠ ક્રમે સિદ્ધ કરવો જોઈએ. પહેલાં ૨૦, પછી ૩૦, ૪૫, ૬૦ કે તેથી વધારે મિનિટો સ્થિરતા થાય તો ચિત્ત પણ સારી રીતે શાંત થાય છે.
પૂર્વાચાર્યોએ આસનની સ્થિરતા માટે નીચે પ્રમાણે આજ્ઞા કરી
| હરિગીત) આસન-અશનનિદ્રા તણો કરી વિજય જિનવરમાર્ગથી; ધ્યાતવ્ય છે નિજ આતમા જાણી શ્રી ગુરુપરસાદથી.
– શ્રીમોક્ષપાહુડ, ૩ શ્રીતત્ત્વાર્થસૂત્ર : અધ્યાય ૯ સૂત્ર ૧૦માં દશમો નિષદ્યા” નામનો પરિષહ (આસન) કરવાની આજ્ઞા છે.
જે જે આસનથી સુખરૂપે મનને નિશ્ચલ કરવામાં ઉદ્યમ કરી શકાય, તે તે સુંદર આસન મુનિએ સ્વીકારવું જોઈએ (સિદ્ધ કરવું જોઈએ).
– શ્રી જ્ઞાનાર્ણવ, ૨૮-૧૧ આમ પૂર્વાચાર્યોએ આસનજયને ધ્યાનની સિદ્ધિ માટે અગત્યનું અંગ કહ્યું છે, પણ બાહ્ય આસન ઘાસનું, લાકડાનું કે પથ્થરનું હોય તેની કાંઈ અગત્ય નથી. - હવે નિશ્ચનયની અપેક્ષાએ પ્રતિપાદન કરે છે કે આત્માના નિર્વાણ માટે કેવા આસનની આવશ્યકતા છે ? તો કહે છે કે આત્મારૂપી આસનની. કેવો આત્મા? સર્વ પ્રકારના કષાયો વગરનો. જેમ જેમ આત્મા રત્નત્રયની સાધનામાં આગળ વધતો જાય છે તેમ તેમ કષાયો ઘટતા જાય છે અને જેમ જેમ કષાયો ઘટાડવામાં આવે છે તેમ તેમ આત્માનો રત્નત્રયરૂપી સ્વભાવ અવસ્થામાં પ્રગટ થાય છે. રત્નત્રય પ્રગટ થવા માટે બે પ્રકારના પુરુષાર્થની આવશ્યકતા છે:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org