________________
૯૨
સાધક-ભાવના
જેવી રીતે અગ્નિ વૃક્ષોને બાળી નાખે છે તેવી રીતે જેમણે પોતાના મહાન આત્મપરાક્રમથી કામ, માન, ભય, શોક, ચિંતા, મોહ, વિષાદ અને નિદ્રાને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધાં છે અને તેથી જેઓ પોતાના પૂર્ણ જ્ઞાન-આનંદાદિ ગુણોને સંપ્રાપ્ત થયા છે તેવા નિરાગી, નિર્વિકારી અને પૂર્ણ સચ્ચિદાનંદ-સ્વરૂપી પરમાત્માનું સાચું શરણ ગ્રહું છું જેથી હું પણ તેમના જેવા પદને પામી શકું.
હું માગતો નહિ કોઈ આસન, દર્ભ પથ્થર કાષ્ઠનું, મુજ આત્મના નિર્વાણ કાજે, યોગ્ય આસન આત્મનું આ આત્મ જો વિશુદ્ધ ને, કષાય દુશમન વિણ જો, અણમૂલ આસન થાય છે, ઝટ સાધવા સુસમાધિ તો. (૨૨)
શબ્દાર્થ : મારા આત્માનો મોક્ષ થવા માટે હું ઘાસ, પથ્થર કે લાકડાનું કોઈ પણ આસન માગતો નથી. જો મારો આત્મા નિર્મળ બને અને (ક્રોધાદિ) વિકારોથી રહિત થાય તો આત્મારૂપી આસન દ્વારા જ સાચી સમાધિની સિદ્ધિ થઈ શકે છે.
વિશેષાર્થ : અત્રે સમાધિની પ્રાપ્તિનો વિષય ચાલે છે.
ભારતીય સંસ્કૃતિમાં યોગદર્શન પ્રસિદ્ધ છે; જેમાં યમ, નિયમ,આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એમ આઠ અંગોની ક્રમિક સાધનાનો નિર્દેશ કરેલ છે. ચિત્તની એકાગ્રતાને ધ્યાન કહેવામાં આવે છે, અને ચિત્તની સ્થિરતા માટે યોગસાધકને આસનસ્થિરતાની ખાસ જરૂર છે. જેને પોતાનું આસન થોડી થોડી વારે બદલવું પડે તેનું ચિત્ત સ્થિર થતું નથી. અહીં આચાર્યશ્રી બાહ્ય આસનની ગૌણતા કરીને કહે છે કે ભાઈ ! તું ઘાસના, લાકડાના કે પથ્થરના ગમે તે આસન પર સ્થિરતા કર તેનો અમને આગ્રહ નથી. મૂળ તો, બહારમાં, પહેલાં શરીરને એક જ આસનમાં એક-દોઢ કલાક સ્થિરતાથી બેસાડવાનો અભ્યાસ ક્રમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org