________________
સામાયિક પાઠ
૯૧ રડવું, છાતી કૂટવી, જમીન પર આળોટવું, ઊંડા શ્વાસ ભરવા તથા વિયોગ થયેલી વ્યક્તિના ગુણોનું સ્મરણ કરી વિલાપ કરવો – એ ઇત્યાદિ શોકનાં બાહ્ય ચિહ્નો છે. યોગસાધનાની દૃષ્ટિએ આ ભાવ ઈવિયોગજન્ય નામનું આર્તધ્યાન છે, જે સાધકને માટે હેય છે.
ચિંતા એટલે ચિંતન ચાહે પ્રશસ્ત હો કે અપ્રશસ્ત હો, અંતઃકરણની ભિન્ન ભિન્ન પદાર્થો સંબંધી જે વૃત્તિ ઊઠે તે ચિંતા કહેવાય છે. તે અશુભ હોય તો પાપબંધનું અને શુભ હોય તો પુણ્યબંધનું કારણ બને છે.
મોહ એટલે જેના વડે જીવો સત્અસનો વિવેક ચૂકી જાય તે, જેવી રીતે દારૂ પીવાથી બુદ્ધિ ભ્રષ્ટ થતાં સારાસારનો વિવેક રહેતો નથી, તેમ જે કર્મના ઉદયથી મૂઢતા વ્યાપે, વિવેક નષ્ટ થઈ જાય તેને મોહનીય કર્મ કહે છે. જેના વડે શ્રધ્ધામાં વિપરીતતા થાય તેને દર્શનમોહનીય અને જેના નિમિત્તથી અસંયમરૂપ પ્રવૃત્તિ બની રહે તે ચારિત્રમોહનીય. સાચી શ્રદ્ધા અને સાચા જ્ઞાન દ્વારા અનુક્રમે ખોટી માન્યતા અને ખોટું જ્ઞાન મટે છે, અને સમ્યક્યારિત્ર દ્વારા સંયમ ગ્રહણ થાય છે, તેથી મોક્ષમાર્ગને બોધિસમાધિનો માર્ગ કહેવામાં આવે છે.
વિષાદ એટલે નિરાશા, દુર્બળતા, ગમગીની, ઉત્સાહરહિતપણું. અંતરાય અને મોહનીય કર્મના ઉદયથી ઈષ્ટ કાર્યની સિદ્ધિ ન થતાં જે ઉદાસપણાનો અને અનુત્સાહનો ભાવ ઊપજે છે તે.
નિદ્રા એટલે ઊંઘ. દર્શનાવરણીય કર્મની નિદ્રા કે નિદ્રાનિદ્રા નામની પેટાપ્રકૃતિઓના ઉદયના નિમિત્તથી એક પ્રમાદમય, અજાગ્રત, બેભાનપણાની અવસ્થા થઈ જાય છે કે જેમાં કોઈ વિવેકપૂર્વકનું કાર્ય થઈ શકતું નથી, તેને નિદ્રા કહેવામાં આવે છે. જેમ જેમ પ્રમાદનો જય કરવામાં આવે તેમ તેમ નિદ્રા ઘટતી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org