________________
સાધકનભાવના પૂર્ણયોગી એવા પરમાત્મા જિનેશ્વરે કામને સંપૂર્ણપણે જીતી લીધો છે અને તેથી ભવ્ય જીવો તે પરમશાંત વીતરાગી પ્રભુનું શરણ ગ્રહણ કરે છે.
માન એટલે અભિમાન. જ્ઞાન, પૂજા, કુળ, જાતિ, બળ, ઋદ્ધિ, તપ અને શરીર આદિની વિશેષતા હોવાથી મુખ્ય આઠ પ્રકારનાં અભિમાન જીવોમાં આવે છે. પરમાત્માએ આત્મજ્ઞાન પ્રગટ કરી પૂર્વે તે સર્વ અભિમાનનો નાશ કર્યો હતો અને છેલ્લા ભવમાં સકળસંયમ અને યથાખ્યાત સંયમની આરાધના દ્વારા અભિમાનનો સર્વથા નાશ કરી નાખ્યો. આવા પરમાત્માની સ્તુતિમાં ભક્ત કહે
(રાગ આશા - તાલ દીપચંદી) મારે છો તું હિ પ્રભુ એક, તારે મુજ સરીખા અનેક; હું તો મનથી ન મૂકું માન, તું તો માનરહિત ભગવાન.
સુણો શાંતિ નિણંદ.. * ભય એટલે ડર, બીક, ભીતિ. સંસારી જીવ સાથે લાગેલી ચાર સંજ્ઞાઓ આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ છે. ભય ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ સ્વરૂપનું અજ્ઞાન છે. જો દેહાત્મબુદ્ધિ જાય તો મરણાદિનો ભય લાગે નહિ. માટે સત્સંગ, સદ્ગોધ, સદ્વિચાર દ્વારા તત્ત્વનો યથાર્થ નિર્ણય કરી અવિનાશી એવા નિજ આત્માને જાણવો -શ્રદ્ધવો-અનુભવવો; તો આલોક, પરલોક, વેદના, અરક્ષા, અગુપ્તિ, મરણ અને અકસ્માત – એમ સાતેય પ્રકારના ભયથી રહિત થઈ ક્રમે કરીને નિઃસંગ થઈ, આઠમા ગુણસ્થાનના અંતે સર્વથા નિર્ભયતાને પ્રાપ્ત કરે છે.
શોક એટલે ખેદ, સંતાપ, “જીવ બળવો તે. ઉપકારક વ્યક્તિ કે વસ્તુઓના વિયોગથી જે વ્યાકુળતા થાય છે તે શોક છે. મોટેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org