________________
સામાયિક પાઠ
e
શબ્દાર્થ : જેણે પોતાની શક્તિથી કામ અને અભિમાનને છેદી નાખ્યા છે, જેણે આ દુનિયાની બીકને, શોકને, ચિંતાને, મોહને, દુર્બળતાને અને નિદ્રાને, અગ્નિ જેમ વૃક્ષોને બાળી નાખે તેમ, બાળી નાખ્યાં છે તેવા સર્વ શક્તિમાન પરમાત્માનું હું સાચું શરણ માગું છું.
વિશેષાર્થ : સમતાની પ્રાપ્તિનો જેમાં અભ્યાસ કરવામાં આવે છે તેવા ધર્મઅનુષ્ઠાનને સામાયિક કહે છે. જેમનું સાધક શરણ લે છે, જેમની વાણીનું તે શ્રદ્ધાન કરે છે, અને જેમની આજ્ઞા પ્રમાણે પોતાના જીવનનું ઘડતર કરે છે, તે પરમાત્મા કેવા કેવા સદ્ગુણોથી સંપન્ન હોય છે. તેનું આચાર્યશ્રી વર્ણન કરે છે.
વીતરાગદર્શનમાં સર્વ દોષોથી રહિત હોય તેને આમ કહ્યાં
છે.
(હરિગીત)
ભય, રોષ ક્ષુધા, તૃષા, મદ, મોહ, ચિંતા, જન્મ ને, રતિ, રોગ, નિદ્રા, સ્વેદ, ખેદ, જરાદિ દોષ અઢાર છે.
નિયમસાર, ૬
મન્મથ અને માન : મનને જે મથી નાખે છે તે મન્મથ. તેને જ કામ કહેવાય છે. તેની ઉત્પત્તિ અંતરંગમાં વેદાદિ નોકષાયના ઉદયના નિમિત્તથી અને બહારમાં સ્ત્રી પ્રસંગાદિના નિમિત્તથી થાય છે. જ્યારે તેનો ઉદય આવે છે ત્યારે મનુષ્ય વ્યાકુળ થઈ જાય છે અને સારાસારનો વિવેક ભૂલી જાય છે. વિવેકશાન, વૈરાગ્ય, આારાદિનો સંયમ, સતત સત્કાર્યમાં લાગેલા રહેવું, પ્રાર્થના-ભક્તિ અને ગુરુકુળમાં આત્મારામી બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુના સાન્નિધ્યમાં રહેવાથી ક્રમે કરીને કામનો પરાભવ થઈ શકે છે, બ્રહ્મચર્યવ્રતની સિદ્ધિ થાય છે અને બ્રહ્માનંદનો અનુભવ-આસ્વાદ માણી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org