________________
૮૮
સાધક-ભાવના
ઉપાસવા અને ભક્તિ કરવા યોગ્ય છે. તેથી જ આચાર્યશ્રી અહીં જાહેર કરે છે કે આવા પરમાત્માનું હું સદા શરણ ઇચ્છું છું.
જે સાધકો સમતાની સિદ્ધિની સ્પૃહાવાળા હોય તેઓ પણ આવા પરમાત્માની ભક્તિ કરો એમ સર્વ મહાન આત્માઓએ કહ્યું છે –કર્યું છે. યથા – ૧. સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે.
દરિશન શુદ્ધતા તેહ પામે, શાન ચારિત્ર્ય-તપ-વીર્ય ઉલ્લાસથી કર્મ ઝીપી વસે મુક્તિ ધામે.
– શ્રીમદ્ દેવચંદ્રજી
(મંદાક્રાંતા). ૨. મોટા મોટા મુનિજન તને માનતા નાથ તો તે,
તેજસ્વી છો રવિસમ અને દૂર અજ્ઞાનથી ; સારી રીતે અમર બનતા આપને પામવાથી, મુક્તિ માટે નવ કદી બીજો, માનજો માર્ગ આથી.
શ્રી ભક્તામર સ્તોત્ર, ૨૩
(હરિગીત) ૩. વળી મોણાગત પુરુષો તણો ગુણભેદ જાણી તેમની, જે પરમ ભક્તિ કરે, કહી શિવભક્તિ ત્યાં વ્યવહારથી.
– નિયમસાર, ૧૩૫ (હરિગીત) જેણે હસ્યા નિજ બળ વડે, મન્મથ અને વળી માનને, જેણે હણ્યા આ લોકનાં, ભય, શોક, ચિંતા, મોહને, વિષાદ ને નિદ્રા હળ્યાં, જ્યમ અગ્નિ વૃક્ષો બાળતો, તેવા સુદેવ સમર્થનું, સાચું શરણ હું માગતો. (૨૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org