________________
સામાયિક પાઠ
કેવળદર્શનથી સમસ્ત લોકાલોકદર્શન, લોકાલોકદર્શનથી વિશ્વદર્શન થાય છે, એમ પ્રતિપાદિત કર્યું.
આ કડીની બીજી અને ત્રીજી લીટીમાં આત્માની અનંતજ્ઞાનની શક્તિઓને સૂર્યના દાંત દ્વારા સમજાવેલ છે. યથા –
જેમ રાતનું અંધારું સૂર્યનો ઉદય થતાં સ્વયંપણે અને સહજપણે નાશ પામે છે તેમ સમ્યજ્ઞાનનો ઉદય થતાં સંસારી જીવના અજ્ઞાનરૂપી અંધકારનો સ્વયંપણે અને સહજપણે નાશ થાય છે. જેમ સૂર્યનો ઉદય થતાં દુનિયાના લોકોને સ્વયંપણે અને સહજપણે જગતના પદાર્થો યથાર્થપણે દેખાવા લાગે છે તેમ આત્મદર્શનનો ઉદય થતાં સાધક જીવને વિશ્વના સમસ્ત પદાર્થો ખરેખર જેવા છે તેવા સ્પષ્ટપણે દેખાવા લાગે છે. આ ધ્યેય જીવનમાં સિદ્ધ થવું તેને જ સમદૃષ્ટિ | યથાર્થદૃષ્ટિ | વિવેકદૃષ્ટિ / અંતર્દષ્ટિ | દિવ્યદૃષ્ટિ / સમરસદૃષ્ટિ ઇત્યાદિ અનેક નામોથી સંબોધવામાં આવે છે. આવી દૃષ્ટિ જેણે ખરેખર સંપ્રાપ્ત કરી છે તે જ સંત છે | ઘર્માત્મા છે | જ્ઞાની છે | પ્રબુદ્ધ છે / સદ્ગુરુ છે | અધ્યાત્મષ્ટિ સંપન્ન છે | સત્પરુષ છે | આત્મરસના આસ્વાદક છે ! પરમાત્માના દાસ છે સ્વયંતૃપ્ત છે | નિઃસ્પૃહ છે “ધન્ય છે.
આવા સંતો પણ જેમનું શરણ લે છે અને સંતતિની અપેક્ષાએ અનાદિ-અનંત હોવા છતાં વ્યક્તિની અપેક્ષાએ જે સાદિ-સાન્ત છે, તેવા પરમાત્મા – સર્વજ્ઞ, સર્વદર્શી, હિતોપદેશક, સર્વજગતના સહજ ઉપકારક – તેમનું હું મારા આત્માના હિતને અર્થે શરણ ગ્રહું છું અને સ્મરણ કરું છું. આવા સર્વગુણસંપન્ન તથા સર્વે પ્રકારના અજ્ઞાન રાગ-દ્વેષ આદિ સર્વ દોષો જેમના સર્વથા વિલય પામ્યા છે તે જ ભવ્ય જીવોને પરમ માર્ગદર્શક છે, પરમ હિતકર છે, પરમ પ્રેમથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org