________________
સાધક-ભાવના
જેમ લાકડામાં અગ્નિનો નિવાસ છે, જેમ દૂધમાં ઘીનો નિવાસ છે અને જેમ ધૂળધોયા (સુવર્ણરજ)માં સોનાનો નિવાસ છે તેમ અનંત જ્ઞાનાદિ ગુણોનો આપણામાં નિવાસ છે. જેમ યોગ્ય દૃષ્ટિથી, શાનથી અને વિધિથી ઉપરનાં દૂતોમાં અનુક્રમે કહેલાં અગ્નિ, ઘી અને સુવર્ણ પ્રગટપણે પ્રાપ્ત થઈ શકે છે તેમ સાચી દૃષ્ટિ, સાચું જ્ઞાન અને સાચા આચરણથી શક્તિરૂપે રહેલું આત્માનું સ્વત્વ વ્યક્તિ રૂપે પ્રગટ થાય છે.આવા સત્પરુષાર્થની પ્રેરણા આપણને અરિહંત કે સિદ્ધ પરમાત્માને સવગપણે અને સત્યાર્થપણે જાણવાથી મળે છે. આ સંદર્ભમાં પૂર્વે મહાત્માઓએ નીચે પ્રમાણે સૈદ્ધાંતિક ભાવ પ્રતિપાદન કરેલ છે, જે મુમુક્ષુઓ માટે પરમ આહ્વાદ અને પરમ શ્રધ્યેય છે.
” (હરિગીત) ૧. જે જાણતો, અરિહંતને, દ્રવ્યત્વ-ગુણ-પર્યયપણે; તે જાણતો નિજ આત્માને તસુ, મોહ પામે લય ખરે.
– શ્રીપ્રવચનસાર
(દોહરા) ૨. સિદ્ધો જૈસો જીવ હે, જીવ સોઈ સિદ્ધ હોય. કર્મ મૈલકા અંતરા બૂઝે વિરલા કોય.
– બૃહદ આલોચના, ૨૭
(દોહરા) ૩. સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય; સદ્ગુરુ આજ્ઞા જિન દશા નિમિત્તકારણ માંય.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર, ૧૩૫ આમ સિદ્ધ દર્શનથી આત્મદર્શન આત્મદર્શનથી કેમે કરીને કેળળદર્શન, * પ્રતિબંધક કર્મોનો અભાવ થવાથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org