________________
સામાયિક પાઠ
૯૫
સામાન્ય મનુષ્યોને જગતની પાપમય પ્રવૃત્તિઓથી પાછા વાળવા માટે તીર્થોમાં મેળાઓનું આયોજન થાય છે, જેથી લોકોને કાંઈક નિર્દોષ મનોરંજન પણ મળે અને દર્શન પૂજન કે ધર્માત્માના સંગનો લાભ પણ મળે. આવા મેળાઓમાં મહાત્માઓના આદરસત્કાર-પૂજા પણ કરવામાં આવે છે. આ પ્રકારની પ્રવૃત્તિથી લોકોને સત્સમાગમ, ગુણપ્રમોદ કે ગુણગ્રાહકતાનો યોગ મળી શકે તેથી વ્યવહારધર્મમાં તે કથંચિત્ કાર્યકારી છે.
અહીં અધ્યાત્મની દૃષ્ટિમાં તો એકાંત મૌન સાધના કે ધ્યાનની જ મુખ્યતા છે તેથી કહે છે કે દુનિયાના આ બધાય પદાર્થો મારા કલ્યાણમાં ઉપકારી નથી. કારણ કે પરના સંપર્કથી સંકલ્પવિકલ્પની ઉત્પત્તિ થવા યોગ્ય છે, અને તે અપક્ષાએ લોકસંપર્ક કે અન્ય પરદ્રવ્યોનો બુદ્ધિપૂર્વકનો સમાગમ અધ્યાત્મશાસ્ત્રોમાં નિષેધ્યો છે ઃ યથા
(હરિગીત)
(૧) નિધિ પામીને જન કોઈ, નિજ વતને રહી ફળ ભોગવે, ત્યમ જ્ઞાની પરજનસંગ છોડી, જ્ઞાનાનિધિને ભોગવે.
શ્રીનિયમસાર, ૧૫૭
(દોહરા)
(૨) જનસંગે વચસંગ ને, તેથી મનનો સ્પંદ; તેથી મન બહુવિધ ભમે, યોગી તજો જનસંગ
--
(૩) અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો ? સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને,
Jain Education International
શ્રી સમાધિશતક, ૭૨
વિચરશું ક્વ મહત્પુરુષને પંથ જો ? અપૂર્વ ૦
---
For Private & Personal Use Only
શ્રીમદ્ રાજચંદ્ર
www.jainelibrary.org