________________
૯s
સાધક ભાવના
આમ પરદ્રવ્યનો સંપર્ક આત્માના ધ્યાનમાં વિક્ષેપકારી હોવાથી અહીં કહ્યું કે આત્માનો આનંદ વિશેષપણે પ્રાપ્ત કરવા માટે, પાપવૃત્તિ ઘટાડવારૂપ વ્યવહારચારિત્ર અને નિયમિતપણે મન-વચન-શરીરની પ્રવૃત્તિથી વિરામ પામી, આહાર -આસન-નિદ્રાનો જય કરી, શુદ્ધ નિજરવરૂપનું જ્ઞાન ગુરુથી પ્રાપ્ત કરીને ધ્યાના અભ્યાસમાં વારંવાર પ્રયત્ન કરવારૂપ નિશ્ચયચારિત્રનો અભ્યાસ કર્તવ્ય છે.
હરિગીત). આ જગતની કો વસ્તુમાં તો, સ્વાર્થ છે નહિ મુજ જરી, વળી જગતની પણ વસ્તુઓનો સ્વાર્થ મુજમાં છે નહીં, આ તત્વને સમજી ભલા, તું મોહ પરનો છોડ, શુભ મોનાં ફળ ચાખવા, નિજ આત્મામાં સ્થિર તું થજે. (૨૪)
શબ્દાર્થ : આ દુનિયાના પદાર્થોમાં મારો જરા પણ સ્વાર્થ નથી, તેમ વળી દુનિયાના પદાર્થોનો મોહ છોડજે અને પૂર્ણપદની પ્રાપ્તિરૂપી ફળનો સ્વાદ લેવા માટે પોતાના (શુદ્ધ) સ્વરૂપમાં સ્થિરતા
કરજે.
વિશેષાર્થ : અહીં, સમતાની પ્રાપ્તિ માટેના પુરુષાર્થ વિષેનું પ્રકરણ ચાલે છે, કથનમાં નિશ્ચયનયની મુખ્યતા છે.
આધ્યાત્મિક દૃષ્ટિ અને આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિ દ્વારા ક્રમે કરીને સમતા સાધી શકાય છે. આ બન્નેની પ્રાપ્તિ માટેની પ્રથમ શરત છે – સ્વાર્થનો ઘટાડો, નિઃસ્વાર્થપણું. જ્યાં સુધી દેહ અને ઈન્દ્રિયોના વિષયો તેમ જ સાધનો પ્રત્યે આસક્તિ રહે ત્યાં સુધી વૈરાગ્ય આવે નહિ. વૈરાગ્ય વિના સદ્ધોધની – સાચા ઉપદેશની – પ્રાપ્તિ થવી વિકટ છે. કદાચ સાચો બોધ સાંભળવા મળે તોપણ તેમાં રુચિ થાય નહિ. માટે જગતના પદાર્થો પ્રત્યેનું આકર્ષણ ઘટાડી,
તેમાંથી મને સાચું સુખ મળી શકે તેમ નથી એવો સ્વાર્થત્યાગનો Jain Education International For Private & Personal Use Only
WWW.jainelibrary.org