________________
સામાયિક પાઠ
સાચો નિશ્ચય કરવો આવશ્યક છે. જગતના સાંસારિક પદાર્થોની પ્રાપ્તિથી સાધકની સાધનામાં બાધકતા જ ઊપજવા યોગ્ય છે, આત્માની કાંઈ સાર્થતા નથી.
તેમાં
જેમ જેમ સાધક આગળ વધતો જાય છે તેમ તેમ સાંસારિક કાર્યો કરવાની તેની રુચિ તેમ જ ક્ષમતા ઘટતાં જાય છે અને જગતના લોકો પણ તેને વેદિયો, અવ્યવહારુ, ભગતડો, અતડો, નિરુપયોગી અને મંદબુદ્ધિ માનવા લાગે છે તેથી જગતના જે મનુષ્યોને પોતાનું કામ સાધવું હોય તેઓ આવા સાધક સંતનો પરિચય કરતા નથી. વળી શુદ્ધ નયથી વિચારીએ તો ઉપકાર-અપકાર આદિ સર્વ માત્ર વ્યવહારથી જ છે, કારણ કે પ્રત્યેક પદાર્થ પોતે જ પોતાથી પરિણમે છે.
''
સાધકના જીવનમાં જેમ જેમ તત્ત્વજ્ઞાન પરિણામ પામતું જાય છે તેમ તેમ તેને સ્વ અને પર, જડ અને ચેતનનું ભિન્નપણું ભાસતું જાય છે અને તે આત્માવલોકનની વિદ્યા પ્રાપ્ત કરે છે. તેનું ચિત્ત અંતર્મુખ રહેવા લાગે છે અને તેથી જગતના સર્વ પદાર્થો પ્રત્યેની તેની આસક્તિ તૂટતી જાય છે. જગતના પદાર્થો તેના જ્ઞાનમાં જણાઇ આવે છે પરંતુ તેમની નિરુપયોગિતા સમજાઈ ગઈ હોવાથી, તે પદાર્થો તેના આત્મામાં મોહ ઉપજાવી શકતા નથી. આમ આ નિર્મોહી સાધકની સમતામાં વૃદ્ધિ થતી જાય છે. પૂર્વાચાર્યોએ તેનું વર્ણન નીચે પ્રમાણે કર્યું છે :
(૧) એ રીત તેથી આત્મને શાયક સ્વભાવી જાણીને,
પરિવ છું હું મમત્વ, નિર્મમ ભાવમાં હું સ્થિર રહું.
૯૭
(૨) જ્યમ જ્યમ સંવેદન વિષે આવે ઉત્તમ તત્ત્વ, સુલભ મળે વિષયો છતાં, જરીયે કરે ન મમત્વ,
Jain Education International
- પ્રવચનસાર, ૨૦૦
-
For Private & Personal Use Only
ઇષ્ટપદેશ, ૩૭
www.jainelibrary.org