________________
૯૮
સાધક-ભાવના
(૩) “આત્મા જેમ જેમ વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે તેમ તેમ આમ્રવોથી નિવૃત્ત થતો જાય છે, અને જેમ જેમ આમ્રવોથી નિવૃત્ત થતો જાય છે તેમ તેમ વિજ્ઞાન ઘનસ્વભાવ થતો જાય છે.”
– સમયસાર ગાથા ૭૪ની આત્મખ્યાતિ ટીકા મોક્ષ એટલે અનંત આનંદ અને અનંત જ્ઞાનનો જેમાં અનુભવ થાય તેવી દશા. જેટલો મોક્ષ થાય તેટલા પ્રમાણમાં જીવનમાં જ્ઞાન અને આનંદની વૃદ્ધિ થાય છે – થવી જોઈએ. અહીં આચાર્યશ્રી કહે છે કે મોક્ષનું સાક્ષાત કારણ તો સાચું ચારિત્ર છે – એટલે કે ધ્યાનના સાચા અભ્યાસ દ્વારા જેમ જેમ સંકલ્પવિકલ્પો ઘટતા જાય તેમ તેમ સ્વરૂપસ્થિરતા વધતી જાય છે અને જેમ જેમ આત્મસ્થિરતા વધતી જાય છે તેમ તેમ આત્માનો સાચો આનંદ અનુભવમાં આવતો જાય છે.
આ પ્રમાણે સમતાની સિદ્ધિ માટે સ્વાર્થનો ત્યાગ, પર વસ્તુ પ્રત્યે નિર્મોહીપણું અને આત્માની સ્થિરતા આવશ્યક છે. જેટલા પ્રમાણમાં આ ત્રણની સિદ્ધિ થાય તેટલા પ્રમાણમાં તે જીવે મોક્ષમાર્ગની યથાર્થ સિદ્ધિ કરી છે તેમ નિશ્ચય કરી આપણે સૌએ તો દિશામાં મહાન પ્રયત્ન કરવો ઘટે.
(હરિગીત) જે શાનમય સહજ આત્મ, તે સ્વાત્મા થકી જોવાય છે, શુભ યોગમાં સાધુ સકળને, આમ અનુભવ થાય છે; નિજ આત્મમાં એકાગ્રતા, સ્થિરતા વળી નિજ આત્મામાં, સંપૂર્ણ સુખને સાધવા તું, આત્મથી જો આત્મમાં (૨૫)
શબ્દાર્થ જ્ઞાનમય એવું જે સહજ આત્મસ્વરૂપ તે આત્મા વડે જ દેખાય છે – અનુભવાય છે; આવો ધ્યાનસમાધિમાં સૌ સાધુઓને અનુભવ થાય છે. (તેથી) પૂર્ણ આનંદને પામવા માટે (હે સાધુ !)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org