________________
સામાયિક પાઠ તું આત્મા વડે આત્માને જો. તેમાં જ સ્થિરતા અને એકાગ્રતા કર.
વિશેષાર્થ : ધ્યાન (સામાયિક)ના અભ્યાસ દ્વારા સાક્ષાતુ સમતાભાવને પ્રાપ્ત કરવા માટે શો પ્રયત્ન કરવો જોઈએ તેનું અહીં પ્રતિપાદન કરેલ છે.
અહીં સાધુ શબ્દનો અર્થ વિશાળ દૃષ્ટિથી કરવો. મુખ્યપણે તો સાધુ શબ્દ જ્ઞાની પંચમહાવ્રતધારી માટે જ છે. પણ ગૌણપણે જે સમ્યગ્લાની સામાયિકનો અભ્યાસ કરે તેવા પુરુષને પણ તે લાગુ પડે છે."
ધ્યાન-સામાયિકની સામાન્ય વિધિ : એકાંત શાંત નિરુપદ્રવી સ્થાનમાં સ્થિર આસન પર બેસવું, તાણરહિત સ્થિતિ ધારણ કરી પ્રભુ-ગુરુ-ભક્તિનું પદ બોલવું અથવા આધ્યાત્મિક વાચન દસેક મિનિટ માટે કરવું.
- હવે શરીરની કે વચનની કોઈ ક્રિયા કરવી નહિ અને મનને પરમાત્મા કે સદ્ગમાં જોડવું. કઈ રીતે? તેમનું નામ, તેમનું શાંત રૂ૫, તેમના ઉત્તમોત્તમ ગુણો અને તેમના જીવનના વિવિધ પાવન પ્રસંગોને પોતાના સ્મૃતિપટ પરથી વારંવાર પસાર કરવા અને સ્મૃતિપટ પર તે કંડારાઈ જાય તેવો અભ્યાસ કરવો.
આ દરમ્યાન ચિત્તની ચંચળતા નિવારવા માટે વિવિધ બાહ્ય અવલંબનોનો ઉપયોગ કરી શકાય. દા.ત.,
(i) મંત્રનો અંતરજાપ (i) ચિત્રપટ કે મૂર્તિનાં દર્શન (iii) શ્વાસોચ્છવાસનું નિરીક્ષણ. મોહતિમિરાપહરણે દર્શનલાભાદવાત સંશાન. રાગદ્વેષનિવૃત્યે ચરણે પ્રતિપદ્યાતે સાધુ /
- શ્રી રત્નકરંડ શ્રાવકાચાર, ૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org