________________
સાધક-ભાવના
આમ જ્ઞાન-વૈરાગ્યથી વિભૂષિત ધર્માત્મા પુરુષે સર્વ પ્રકારની સ્થૂળ પાપપ્રવૃત્તિને રોકીને સામાયિક (ધ્યાન) કરવું એવી પૂર્વાચાર્યોની આશા છે :
૧૦૦
સર્વ જીવોમાં સમતા રાખી, સંયમ શુભભાવો ધારી, અપધ્યાનોનો ત્યાગ કરે જે, સામાયિક તેને ભાખી.
શ્રી પદ્મનંદિ પંચવિંશતિ
આ પ્રમાણે શુભ ધ્યાનને પ્રાપ્ત કર્યું છે એવા ધર્માત્મા ધ્યાનના ઊંડાણમાં પ્રવેશ કરી શકે છે. પોતાની ચિત્તવૃત્તિના તે બે વિભાગ કરે છે ઃ એક ધ્યાન કરનારી વૃત્તિ અને બીજી જેમાં ધ્યાનની પ્રક્રિયા થઈ રહી છે તેવી ચૈતન્યસત્તા. જેમ જેમ ધ્યાનમાં સ્થિરતા વધતી જાય છે તેમ તેમ ધર્માત્મા પુરુષ પોતાની ચિત્તવૃત્તિને પોતાની ચૈતન્યસત્તા તરફ વાળવાનો પ્રયત્ન કરે છે. જેમ જેમ આ કાર્યમાં સફળતા મળે છે તેમ તેમ શ્વાસોચ્છ્વાસની ગતિ મંદ પડે છે, વિકલ્પો પાતળા પડી જાય છે, સાત્ત્વિક પ્રસન્નતાની વૃદ્ધિ થાય છે. શરીર હલકું અથવા અંતરીક્ષમાં હોય તેમ લાગે છે અને શરીરનું જરા પણ હલનચલન વિઘ્નરૂપ ભાસે છે.
ધ્યાનની આ કક્ષા સુધી જો જાગૃતિપૂર્વક પુરુષાર્થ કરવામાં આવે તો ચિત્તવૃત્તિ ચૈતન્યસત્તામાં (જ્ઞાયક સ્વભાવમાં - જ્ઞાનભાવમાં - શુદ્ધાત્મદ્રવ્યમાં) લય પામે છે અને તે જ ક્ષણે આત્મદર્શન - આત્માનુભવ - પ્રગટે છે; જેનું વર્ણન આ કડીની પહેલી બે પંક્તિઓમાં કરવામાં આવ્યું છે. અન્યત્ર તેનું વર્ણન નીચે પ્રમાણે કરેલ છે ઃ
(૧) વસ્તુ વિચારત ધ્યાવર્તે, મન પાવન વિશ્રામ;
રસ સ્વાદત સુખ ઊપજૈ, અનુભવ
યાકો નામ.
Jain Education International
―
-
સમયસારનાટક, ૧, ૧૭
For Private & Personal Use Only
www.jainelibrary.org