________________
સામાયિક પાઠ
૧૦૧ (૨) તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે આત્મારૂપ મૂ૦ તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે
નિજ સ્વરૂપ. મૂળ
– શ્રીમદ્ રાજચંદ્ર નિશ્ચયથી વિચારવામાં આવે તો મોક્ષનો માર્ગ આ આત્માનો અનુભવ કરવો તે જ છે. તેથી આગળની પંક્તિઓમાં આચાર્યશ્રી સાધકને તેની જ સિદ્ધિ માટે વારંવાર ધ્યાનનો અભ્યાસ કરવાની પ્રેરણા અને આજ્ઞા કરે છે. જેમ જેમ સાધક આ માર્ગમાં આગળ વધતો જાય છે તેમ તેમ કર્મબંધ ઘટતો જાય છે. સૂક્ષ્મ પાપપ્રવૃત્તિ પણ ઘટતી જાય છે; ચિત્તની પ્રસન્નતા અને પુણ્યાનુબંધી પુણ્યનો સંચય પણ વધતો જાય છે, પ્રસન્નતા, શાંતિ, જ્ઞાન, પ્રજ્ઞા, આરોગ્ય વગેરેની પણ વૃદ્ધિ થાય છે અને અંતે પરમનિર્વિકલ્પ સમાધિના બળ દ્વારા ઘાતિયાં કર્મનો નાશ થતાં પૂર્ણ દશા પૂર્ણપણે પ્રગટે છે. માટે ભવ્ય જીવો વારંવાર આવી જ્ઞાનમય ધ્યાનદશાની સિદ્ધિ માટે સતત ઉદ્યમ કરે છે, અને પૂર્વાચાર્યોએ પણ તેની જ પ્રેરણા કરી છે.
(હરિગીત) (૧) તું સ્થાપ નિજને મોક્ષપંથે, દયા અનુભવ તેહને, તેમાં જ નિત્ય વિહાર કર,નહિ વિહર પરદ્રવ્યો વિષે.
– સમયસાર, ૪૧૨
(અનુષ્ટ્રપ) (૨) અવિદ્યા ભેદતી જ્યોતિ, પરે શાનમથી મહા; મુમુક્ષુ માત્ર એ પૂછે, ઈચ્છે અનુભવે સદા.
- ઈબ્દોપદેશ, ૪૯
(દોહરો) (૩) અનુભવ ચિંતામણિ રતન, અનુભવ હૈ રસકૂપ, અનુભવ મારગ મોખકી, અનુભવ મોખસ્વરૂપ.
– સમયસાર નાટક, ૧ ૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org