________________
૧૦૨
સાધક ભાવના
(હરિગીત) આ આત્મ મારો એક ને, શાશ્વત નિરંતર રૂપ છે, વિશુદ્ધ નિજ સ્વભાવમાં, રમી રહ્યો છે નિત્ય તે, વિશ્વની સૌ વસ્તુનો, નિજ કર્મ ઉદ્ભવ થાય છે, નિજકર્મથી વળી વસ્તુનો વિનાશ વિનિમય થાય છે. (૨)
વિશેષાર્થઃ અહીં ધ્યાન (સામાયિક)નો વિષય ચાલે છે, તેમાં સાધક કઈ રીતે આત્મભાવના ભાવે છે તેનું નિરૂપણ અત્રે કરેલ છે.
ધ્યાનના અનેક પ્રકારો મળે, જેમાં નિજસ્વરૂપની – નિજગુણોની ચિંત્વના વર્તે છે તે ધ્યાનને શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. આચાર્યશ્રી અત્રે સાધકને તેવા શ્રેષ્ઠ ધ્યાનમાં જોડવા માટે આ પ્રમાણેની ચિંતનધારામાં દોરે છે. ' (૧) આત્માની અસંગતા
હું ચૈતન્ય એક છુ. - એકલો છું – મારા પોતાના સ્વભાવથી પરિપૂર્ણ છું. જેમ જગતનાં સર્વ દ્રવ્યો પોતાના અસ્તિત્વથી છે અને પરના અસ્તિત્વથી નથી, તેમ હું મારા સ્વ-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-સ્વભાવથી અતિરૂપે છું અને પર-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી નાસિરૂપે છે; તેથી અન્યની સહાય વિના પણ હું ટકું છું, ટકી શકું છું, એવી એકત્વભાવનામાં સાધકે ટકવું જોઈએ. આ ભાવનાથી પરના કર્તા-ભોક્તાપણાના ભાવ તૂટતા જાય છે અને ચિત્તની એકાગ્રતા થતાં, દૃષ્ટિ અને વૃત્તિનો સંયમ થતાં, ધ્યાન-સમાધિની સિદ્ધિ થાય
છે.
(૨) આત્માની અમરતા - વર્તમાન ભૌતિક વિજ્ઞાને પુરવાર કર્યું છે કે દુનિયામાં કોઈ પણ પદાર્થનું અસ્તિત્વ નાશ પામતું નથી, માત્ર રૂપાંતર પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org