________________
સામાયિક પાઠ
૧૦૩
બરફમાંથી પાણી થાય અને પાણીમાંથી વરાળ થાય પણ વસ્તુ નાશ પામતી નથી. આને “Law of indestructibility of Matter” કહે છે. આ જ સિદ્ધાંત સ્વ-પદાર્થને - સ્વતત્ત્વને – આત્મત્ત્વને – લાગુ પડે છે. હું, કે જે વડે આ મુડદું – શરીર હાલ-ચાલે, ખાય-પીએ-બોલે, જાણે-દેખે, વિચારે-ધ્યાવે ઈત્યાદિ અનેક ક્રિયાઓ કરી શકે તે મારી પ્રેરણાથી થાય છે. કહ્યું છે કે –
દેહ ન જાણે તેહને, જાણે ન ઈન્દ્રિય પ્રાણ; આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણ.
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર, ૫૩ યથાસમયે હું આ દેહ છોડીને, કર્મને અનુસરીને, બીજો દેહ ઘારણ કરું છું પણ તેથી કાંઈ હું મટી જતો નથી. આમ જુદાં જુદાં શરીરને ધારણ કરનારો તો હું એનો એ જ છું, માટે શાશ્વત – નિરંતરરૂપ છું. (૩) સહજ-શુદ્ધસ્વભાવી છું
સાધકે પરમાર્થષ્ટિ કેળવીને પોતાના મૂળ શુદ્ધસ્વરૂપની ભાવનાના દૃઢ સંસ્કાર કેળવવાના છે. આ માટે દ્રવ્યાર્થિકનયથી – શુદ્ધનયથી જેવું પોતાનું સ્વરૂપ છે તે લક્ષમાં લેતાં શીખવાનું છે, તે આ પ્રમાણે :
જેમ કંદોઈ માવો બનાવતાં પહેલાં પણ દૂધમાં માવાના અસ્તિત્વની દૃષ્ટિ કેળવે છે, જેમ ખેડૂત બિયારણમાં ભવિષ્યના ફસલની દૃષ્ટિ કેળવે છે, જેમ નોકર મેલા કપડાને ધોયા પહેલાં પણ તેમાં સ્વચ્છતાની દૃષ્ટિ કેળવે છે તેમ સાધકે પણ વર્તમાન અવસ્થા મલિન હોવા છતાં પણ શુદ્ધ આત્માની દૃષ્ટિ કેળવવાની છે; અને પછી તે શુદ્ધિની પ્રાપ્તિ માટે સદગુરુએ બતાવેલાં બાહ્યાંતર સાધનોને આત્મલક્ષે જીવનમાં અપનાવવાનાં છે. જેમ જેમ યથાર્થષ્ટિપૂર્વક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org