________________
૧૦૪
સાધક-ભાવના
સત્સાધન કરવામાં આવે છે, તેમ તેમ આત્માની શુદ્ધિ વધતી જાય છે અને અંતે પૂર્ણ શુદ્ધ અવસ્થા પ્રગટ થતાં મોક્ષદશાની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે
મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ, સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિગ્રંથ.
―
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર, ૧૨૩ ઘરનાં કામો કરતાં કરતાં પણ માતાની દૃષ્ટિ બાળક પર રહે છે, નટ નૃત્ય કરતાં કરતાં પણ દોરડા પરની દૃષ્ટિ છોડતો નથી કે પનિહારી વાતો કરતાં કરતાં પણ બેડાની દૃષ્ટિ છોડતી નથી તેમ જગત-વ્યવહારનાં કે ધર્મવ્યવહારનાં કાર્યો કરતાં કરતાં પણ સાધકે આત્મલક્ષ રહે તેવો પ્રયત્ન કરવાનો છે. આ આત્માવલોકનની વિદ્યા શીખવા માટે પાત્રતા સહિત સત્પુરુષની સમીપ રહી તેમને સમર્પણ થવું પ્રાયે જરૂરી છે, જેથી તેઓ ‘પ્રવચન-અંજન' આંજશે, ‘કૃપાદૃષ્ટિ’ કે ‘બોધ-બીજ' આપશે અને ત્યારે જ સાધકનું કાર્ય સરશે. સંતોએ કહ્યું છે કે
-
.
(૧) જપ તપ ઔર વ્રતાદિ સબ તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહીં સંતકી પાયી કૃપા અનૂપ.
(૨) પમાડવા અવિનાશી પદ સદ્ગુરુ વિણ કોઈ સમર્થ નથી; ભવનો લવ જો અંત ચહો તો સેવો સદ્ગુરુ તનમનથી. (૩) તત્ત્વપ્રીતિકર પાણી પાએ, વિમલાલોકે આંજી જી; લોયણ ગુરુ પરમાત્ર દિએ તવ, ભ્રમ નાખે સવિ ભાંજી જી...સેવોછ
(૪) ફટે અશાનકા પડદા, કટે સબ કર્મ કે બંધન, વો બ્રહ્માનંદ સંતનકા, સમાગમ મોક્ષકારી હૈ; બિના સતસંગ કે મેરે, નહીં દિલ્હો કરારી હૈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org