________________
૧૦૫
સામાયિક પાઠ (પ) જેમ આવી પ્રતીતિ જીવની રે,
જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, મૂળ, તેવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે,
નામ ચારિત્ર તે અણલિંગ. મૂળ૦ આમ વિવિધ સત્સાધનોને અંગીકાર કરીને જેમ જેમ સાધકનું જ્ઞાન-વૈરાગ્યબળ વધે અને પ્રવૃત્તિઓનું બળ ઘટે તેમ તેમ આત્મસ્થિરતાનું બળ વધતું જાય છે અને ધ્યાનની સિદ્ધિ થાય છે. (૪) કર્મસિદ્ધાંતનું યથાર્થ જ્ઞાન
જ્યાં સુધી વિશ્વના પદાર્થોની વ્યવસ્થાનું સાચું જ્ઞાન પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી સાક્ષાત્ મોક્ષમાર્ગની પ્રાપ્તિ પણ ન થાય.
અહીં તો ધ્યાનની સિદ્ધિના સંદર્ભમાં, જ્ઞાનીને સ્વતત્ત્વ સંબંધી જે નિર્ણય થયો છે તેને રજૂ કરતાં કહે છે કે લાભ-અલાભ, માન-અપમાન,સગવડ-અગવડ, સુખ-દુઃખ આરોગ્ય-રોગ ઇત્યાદિના કારણરૂપ જે બાહ્ય પદાર્થો તે નિયમથી પૂર્વપ્રારબ્ધ અનુસાર આવી મળે છે તેથી તેમાં ઈષ્ટ-અનિષ્ટબુદ્ધિ કરતા નથી. વળી ચિત્તમાં જે અનેક પ્રકારના સંકલ્પવિકલ્પોની ઉત્પત્તિ થાય છે તે બાબત પણ જ્ઞાની તેમને કથંચિત કર્મજનિત ભાવો જાણીને તે તે ભાવનો અપરિચય કરે છે, અનભ્યાસ કરે છે, ઉપશમ કરે છે, તે ભાવોને નિજસ્વભાવ માનતા નથી અને આ રીતે તે ભાવોનું જોર ક્રમે ક્રમે
ઓછું થતું જાય છે. આમ, ક્ષીણતાને પામેલા આ વિભાવોનો પરાજય કરીને જ્ઞાની-મુનિ ધ્યાન (સામાયિક)માંઅધિક અધિક સ્થિરતાને પ્રાપ્ત કરી, કર્મોને હઠાવતા જાય છે અને અંતે પૂર્ણ નિર્વિકલ્પ સમાધિબળથી સમસ્ત સૂક્ષ્મ વિકારોનો પરાભવ કરી પરમાત્મપદને પ્રાપ્ત કરે છે, જે સાધકમાત્રનું અંતિમ ધ્યેય છે. ભેદજ્ઞાનના અભ્યાસમાં અને
આત્મભાવના-આત્મસ્થિરતાના પ્રયોગમાં નીચેની ગાથાઓનો ભાવ Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org