________________
૧૦
ભાવવો પરમ ઉપકારી છે :
સાધક-ભાવના
(હરિગીત)
*
(૧) હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે; કંઈ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે ! (૨) મારો સુશાશ્વત એક દર્શકશાન લક્ષણ જીવ છે; બાકી બધાં સંયોગલક્ષણ ભાવ મુજથી બાહ્ય છે, (૩) છું એક, શુદ્ધ, મમત્વહીન હું, જ્ઞાનદર્શન પૂર્ણ છું; એમાં રહી સ્થિત, લીન એમાં, શીઘ્ર આ સૌ ક્ષય કરું. (દોહરા)
(૪) ઈન્દ્રિય સર્વ નિરોધીને, મન કરીને સ્થિરરૂપ; ક્ષણભર જોતાં જે દીસે, તે પરમાત્સ્વરૂપ,
(૫) વિષયમુક્ત થઈ મુજ થકી, જ્ઞાનાત્મક મુજ સ્થિત; મુજને હું અવલંબું છું, પરમાનંદરચિત. (હરિગીત)
જો આત્મ જોડે એકતા, આવી નહીં આ દેહની, તો એકતા શું આવશે, સ્ત્રી પુત્ર મિત્રો સાથની ? જો થાય જુદી ચામડી, આ શરીરથી ઉતારતાં, તો રોમ સુંદર દેહ પર પામે પછી શું સ્થિરતા ? (૨૭)
વિશેષાર્થ : આત્માનું ધ્યાન પામવા માટે દેહ સહિત જગતના પદાર્થોથી ભિન્ન એવા આત્માનો નિર્ણય કરવો આવશ્યક છે. એ સિદ્ધાંત આચાર્યશ્રીએ અત્રે રજૂ કર્યો છે.
જગતના સર્વ જીવોમાં, અને તેમાં પણ વિચાર કરવાની જેનામાં વિશેષ શક્તિ આવિર્ભાવ પામી છે તેવા મનુષ્યમાં, નિરંતર ‘હું’....‘હું’ એવો ભાવ ઊપજ્યા જ કરે છે. આ ‘હું’નો ભાવ શું છે, તે ક્યાંથી આવે છે, તેનું સાચું કે ખોટું સ્વરૂપ શું છે, તેનો
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International