________________
૬૨
મંત્ર, તંત્ર, ઔષધ નહીં જેથી પાપ પળાય; વીતરાગ વાણી વિના, અવર ન કોઈ ઉપાય. વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસ મૂળ, ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ.
શ્રીમદ્ રાજચંદ્ર, પૃષ્ઠ ૩૧
(૨) શારદા : આ નામ વિદ્યાની દેવીનું છે. તેને સરસ્વતી પણ કહે છે. વીતરાગવાણીને યથાર્થપણે વાંચવાવિચારવાથીઅનુસરવાથી સાચું જ્ઞાન પ્રગટે છે. જેનું જ્ઞાન સાચું થાય તેનું ચારિત્ર પણ નિર્મળ થાય છે. માટે સદ્બુદ્ધિને દેનારી શ્રીશારદાદેવી તે વીતરાગવાણી જ છે ઃ
સાધક-ભાવના
-
ઉત્કટ બોધને દેનારી, વિવેક જગાડનારી, હિતમાં જોડનારી, ક્રોધાદિને શાંત કરનારી અને સમ્યક્ તત્ત્વનો ઉપદેશ કરનારી જ્ઞાનીની-સંતોની-ભગવંતોની વાણી હોય છે.'
શ્રી શાનાર્ણવ
(૩) ચિંતામણિ : ઇચ્છિત વસ્તુને આપનાર એવો એક રત્નચિંતામણિ માનવામાં આવ્યો છે. અહીં વીતરાગવાણીને રત્નચિંતામણિ કહી તે યોગ્ય જ છે કારણ કે જીવમાત્રને ઇષ્ટ એવાં ઊંચી કક્ષાનાં સ્વર્ગ-મોક્ષનાં સુખોને જીવ વીતરાગવાણીના પ્રભાવથી સહેજે પામે છે.
Jain Education International
પરંતુ ઉપર કહ્યા તેવા સ્વર્ગ-મોક્ષના સુખની સાચી પ્રાપ્તિ કોને થઈ શકે છે ? પૂર્વાચાર્યોનું વિધાન છે કે શ્રીસદ્ગુરુના ઉપદેશથી આત્માદિ તત્ત્વોનો યથાર્થ બોધ પ્રાપ્ત કરવો જોઈએ. પાત્રતા સહિત જે આવા ઉત્તમ બોધને શબ્દ દ્વારા, અર્થ અને અનુક્રમે અભ્યાસ અને વેદન દ્વારા ગ્રહણ કરવાને સમર્થ થાય છે તેને બોધબીજ (નિશ્ચય-સમ્યક્ત્વ) પ્રાપ્ત હોય છે. તેનો આત્મા વિશેષપણે નિર્મળ
For Private & Personal Use Only
www.jainelibrary.org