________________
સામાયિક પાઠ
૬૧ મન-વચન-કાયાની શુદ્ધિપૂર્વક કરવું જોઈએ. અહીં વાણી સંબંધી દોષો બાબત કથન કરતાં કહે છે કે પાઠ ઉચ્ચારણમાં જો મારાથી કાંઈ પણ વધઘટ થઈ જાય અથવા હસ્વ-દીર્ઘ, કાનો-માત્ર, અસ્પષ્ટ ઉચ્ચાર વગેરે કાંઈ પણ દોષો ઉતાવળ, પ્રમાદ કે અનુપયોગને લીધે થઈ જાય તો હે પ્રભુ ! હું આપનો દોષિત છું, કારણ કે આપની આજ્ઞા પ્રમાણે ન કરતાં મેં તેથી વિપરીતપણે કર્યું. આવો મારો કોઈ પણ દોષ થયો હોય તો હું આપની સાક્ષીએ તેની શુદ્ધિ કરું છું અને મને ક્રમે કરીને સર્વ આવરણોથી રહિત એવું પૂર્ણ જ્ઞાન પ્રગટે તેવી પાત્રતા આપવા પ્રાર્થના કરું છું.
પૂર્વાચાર્યોએ અને જ્ઞાની પુરુષોએ જે વિવિધ પ્રકારના દોષો ટાળીને સામાયિક કરવાની આજ્ઞા કરી છે, તેનો સુંદર ઉપસંહાર સંક્ષેપમાં “શ્રીમોક્ષમાળા',શિક્ષાપાઠ ૩૭-૩૮-૩૯માં આપેલ છે. તેમાં મનના દસ, વચનના દસ અને કાયાના બાર એમ બત્રીસ દોષો અને પાંચ અતિચારો ટાળવાની આજ્ઞા કરેલ છે. સાધક મુમુક્ષુઓએ તે વાંચી અભ્યાસવાથી પરમ કલ્યાણનું કારણ છે.
હવે આગળની કડીમાં શ્રીજિનવાણી-વીતરાગવાણીનું અલૌકિક માહાભ્ય બતાવે છે.
સર્વજ્ઞ-વીતરાગ-હિતોપદેશક એવા પરમાત્માની વાણી જગતના સર્વ જીવોને કલ્યાણમાર્ગનું યથાર્થ દિગ્દર્શન કરાવે છે. તેની આચાર્ય શ્રી અહીં ત્રણ વિશેષણોથી પરમભક્તિ કરે છે :
(૧) મંગલમયી : મમ્રૂગલ એટલે મમકારને ગાળનારી અને મંગલા એટલે અતીન્દ્રિય - આત્મિક સુખને લાવનારી એમ બે પ્રકારે મંગલ શબ્દનો અર્થ જ્ઞાની પુરુષોએ કર્યો છે. જે જીવ ભગવાનની વાણીને સમજીને તેનો ભાવ હૃદયમાં ધારણ કરે છે તેનાં પાપો નષ્ટ થાય છે અને તે ઉત્તમ પદને પામે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org