SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ so સાધક-ભાવના અને સત્યાસત્યનો વિવેક ચૂકી જઈને તીવ્ર રાગથી તે સાધક પાંચ ઇન્દ્રિયના વિષયોમાંથી કોઈ પણ એક વિષયને વિષે તલ્લીન થઈ જાય છે ત્યારે તે દોષને અનાચાર કહેવામાં આવે છે અર્થાતુ અનું + આચાર કહેતાં તેનું ચારિત્ર (આચરણ) નષ્ટ થઈ જાય છે. આ પ્રમાણે વ્રતાદિરૂપ ચારિત્રમાં પ્રવર્તતા જ્ઞાની સાધકને ચાર કક્ષાના દોષો લાગે છે. આ ઉપરાંત કેટલાય વિદ્વાનોએ “આભોગ” નામનો પાંચમો દોષ પણ કહ્યો છે, જેમાં વ્રતભંગને અવગણીને બુદ્ધિપૂર્વક, અહંકારપૂર્વક, વારંવાર તેમાં પ્રવર્તવામાં આવે છે. આવો સાધક મોક્ષમાર્ગનાં સર્વ સાધનોથી સર્વ પ્રકારે ભ્રષ્ટ થઈ જાય છે. વ્રતપાલનના આ વિવિઘ દોષોને ટાળીને, નિરતિચારપણે શુદ્ધવ્રતોનું અનુષ્ઠાન કરી ચારિત્રવૃદ્ધિથી આસન્નભવ્યો ત્વરાથી મોક્ષને સાધે છે, જે આપણું કર્તવ્ય છે. મુજ વચન વાણી ઉચ્ચારમાં, તલભાર વિનિમય થાય તો, જો અર્થ-માત્રા-પદ મહીં, લવલેશ વધઘટ હોય તો, યથાર્થ વાણીભંગનો, દોષિત પ્રભુ હું આપનો, આપી ક્ષમા મુજને બનાવો, પાત્ર કેવળ બોધનો. (૧૦) પ્રભુવાણી ! તું મંગલમયી, મુજ શારદા હું સમજતો, વળી ઈષ્ટ વસ્તુ, દાનમાં, ચિંતામણિ હું ધારતો, સુબોધ ને પરિણામ શુદ્ધિ, સંયમને વરસાવતી, તું સ્વર્ગનાં દિવ્ય ગીત સુણાવી, મોક્ષલક્ષમી અર્પતી. (૧૧) | વિશેષાર્થ આગળની કડીમાં અતિક્રમ, વ્યતિક્રમ વગેરે દોષોની આલોચના કરી હતી. હવેની બે કડીઓમાં વાણી સંબંધી દોષોનું પ્રાયશ્ચિત્ત કરીને પ્રભુવાણીનો મહિમા બતાવે છે. સામાયિક એ શ્રાવક અને યુનિ.બન્ને માટે આત્મશુદ્ધિ પામવા માટેનું શ્રેષ્ઠ સાધન છે. પરંતુ તેનું યથાર્થ ફળ પ્રાપ્ત કરવા માટે તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001286
Book TitleSadhak Bhavna
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy