________________
સામાયિક પાઠ નિર્મળ કરવું પડે છે.
જેમ જેમ તત્ત્વજ્ઞાનપૂર્વક મન નિર્મળ થતું જાય છે તેમ તેમ એકાગ્રતાની ખરેખર સિદ્ધિ થઈ સાચું-પરમાર્થ સામાયિક પ્રગટે છે; અને આ ધ્યેયને સિદ્ધ કરવા અહીં મલિનતાની વિવિધ શ્રેણીઓનું સ્વરૂપ સમજાવે છે. - તત્ત્વચિતનમાં સાધક, પોતે બુદ્ધિપૂર્વક પોતાના ઉદ્યમથી શુભ ભાવો કરી રહ્યો હોય ત્યારે તેના ચિંતનની અંદર દેહાત્મબુદ્ધિ, હિંસા, ચોરી, અસત્ય, કુશીલસેવન, તીવ્રતૃષ્ણા, શોક, નિંદા કે એવો કોઈ ભાવ એકાએક આવી જાય છે ત્યારે તે દોષને અતિક્રમ કહેવામાં આવે છે આ અતિ સૂક્ષ્મ દોષ છે અને સાધક તુરત સાવધાન થઈ જાય તો ફરી પાછો પોતાના ચિંતનની કેડીએ લાગી શકે છે. પ્રમાદના જોરને લીધે આ ભાવ અબુદ્ધિપૂર્વક થયેલો હોવાથી સાધકને થોડો જ દોષ (આગ્નવ-બંધ) લાગે છે.
ઉપર કહ્યો તેવો ચિત્તનો દોષ જો ચાલુ રહે અને સાધક ચિત્તની મલિનતાને વશ થઈને વાણીથી કે શરીરથી પણ તેના માલિન ભાવને અનુસરે તો ચિત્ત (ઉપયોગ)ની મલિનતા સાથે શરીર અને વાણીની અશુદ્ધિનો દોષ ભળતાં તે દોષ સદાચારનો નાશ કરે છે અને આ રીતે મોટા દોષનો તે સાધક ભાગીદાર બને છે અને તેને વ્યતિક્રમ કહેવામાં આવે છે.
ઉપરનો દોષ કે જેમાં વાણી-શરીર અશુદ્ધ થયાં, તેવી અશુદ્ધિ-વિકાર-વિભાવમાં જો સાધકને સુખબુદ્ધિની ઉપ્તતિ થઈ જાય, . એટલે કે તેને એમ લાગે કે મને આમાં મજા આવે છે, હું કેવો સુખી છું, તો તે વધારે મોટા દોષને પાત્ર બને છે એને અતિચારી કહેવાય છે.
આ જ ઉપરોક્ત દોષની માત્રા જ્યારે ઘણી વધી જાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org